કોરોનાના નિયમોનું પાલન:મુંબઈ છોડીને મહારાષ્ટ્રમાં બધે જ ગરબા રમવાની પરવાનગી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી આયોજકોની રહેશે

મુંબઈ મહાપાલિકા ક્ષેત્રને છોડીને રાજ્યમાં નવરાત્રિમાં ગરબા રમવા માટે પરવાનગી આપવામાં આવી હોવાનું આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું. કોરોનાના નિયમોનું પાલન કરવાની શરતે આ પરવાનગી આપવામાં આવી છે. મુંબઈ મહાપાલિકાએ પોતાના ક્ષેત્રમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. પણ સાંસ્કૃતિક ખાતાએ રાજ્યમાં બીજે બધે ગરબા રમવા પરવાનગી આપી હોવાનું ટોપેએ સ્પષ્ટ કર્યું હતું. ખુલ્લા મેદાનોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ આયોજકોએ પાળવા જોઈશે. બંધ હોલમાં ક્ષમતાના 50 ટકા લોકોને જ પ્રવેશ આપવાની શરત છે.

કોરોનાના નિયમોનું પાલન થાય છે એ જોવાની જવાબદારી આયોજક અને હોલના માલિકની રહેશે. નવરાત્રિમાં મંદિરો ખુલી રહ્યા છે ત્યારે ગરબા રમવાની પરવાનગી મળવાથી આ વર્ષે નવરાત્રિ ઉત્સાહથી ઉજવાશે. જોકે મુંબઈમાં પણ ગરબા રમવાની પરવાનગી મળે એવી માગણી થઈ રહી છે. મુંબઈ બાબતે ભેદભાવ શા માટે એવો પ્રશ્ન ઊભો થયો છે. કોરોનાના ધોરણ અને શરતો તથા નિયમોનું પાલન કરીને મુંબઈમાં પણ ગરબા રમવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે કરી છે.

અન્ય સમાચારો પણ છે...