નિર્ણય:બાંધકામ વ્યવસાય અને સંબંધિત સામગ્રીની દુકાનો ખોલવા મંજૂરી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતેથી થયેલ નુકસાન અને ચોમાસુ માથે હોવાથી રિપેરીંગ કામ જરૂરી

રાજ્યમાં 15 થી 20 મે સુધી તાઉતે ચક્રવાતના કારણે મોટા પ્રમાણમાં ઘર અને અન્ય બાંધકામોનું નુકસાન થયું છે. ચોમાસુ પણ માથા ઉપર છે. આ બાબત ધ્યાનમાં લેતા બાંધકામોનું રિપેરીંગ અને એને મજબૂત બનાવવાના કામને અસર ન થાય એ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. બાંધકામ વ્યવસાય અને બાંધકામ સામગ્રી સાથે સંબંધિત દુકાનોનો અત્યાવશ્યક સેવામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એ અનુસાર પ્રતિબંધોમાં છૂટ આપતા આ દુકાનો ખોલવા માટે પરવાનગી આપવામાં આવી છે.

રાજ્ય સરકારે કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે 13 એપ્રિલના બ્રેક ધ ચેન અંતર્ગત આદેશ જારી કરીને કઠોર પ્રતિબંધ લાગુ કર્યા છે. એમાં અત્યાવશ્યક બાબતો નિશ્ચિત કરવામાં આવી છે. એમાં હવે બાંધકામ સામગ્રી સાથે સંબંધિત દુકાનો અને વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ચોક્કસ કઈ કઈ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આગામી ચોમાસાની ઋતુના ટાંકણે એની સાથે સંબંધિત દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

એમાં છત્રીઓ, પ્લાસ્ટિકની શીટ્સ, તાલપત્રી, રેઈનકોટ વગેરેનું વેચાણ અને રિપેરીંગ કરતી દુકાનો તથા વ્યવસાય ચાલુ રાખી શકાશે. કોઈ પણ કુદરતી આપતિ કે સંકટમાં અસરકારક રીતે મદદ કરી શકે એવી સામગ્રીની દુકાનો અને વ્યવસાય ચાલુ રહેશે. અન્ય અત્યાવશ્યક વ્યવસાયો માટે જે સમય આપવામાં આવ્યો છે એ જ સમય પ્રમાણે વ્યવસાય અને દુકાનોને લાગુ રહેશે.

10 હજાર દંડ
જિલ્લા આપતિ વ્યવસ્થાપન પ્રાધિકરણને જરૂરી લાગે તો આ દુકાનો અને વ્યવસાયોનો સમય અને અન્ય અત્યાવશ્યક વ્યવસાયો માટે લાગુ કરેલ મર્યાદા કરતા વધારે સમય ફાળવી શકશે. સંબંધિત તમામ વ્યક્તિઓએ કોવિડ નિયમોનું પાલન કરવાનું રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થાને જિલ્લા આપતિ વ્યવસ્થાપન પ્રાધિકરણ તરફથી રૂ. 10,000 દંડ કરવામાં આવશે. કોવિડ-19 મહામારીની આપતિની અધિસૂચના અસ્તિત્વમાં હશે ત્યાં સુધી સંબંધિત વ્યવસાય અને દુકાનો બંધ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...