તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:‌BCCIને ડ્રોનના ઉપયોગ માટે ઉડ્ડયન મંત્રાલયની પરવાનગી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિમોટ પાઈલટ એરક્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ

નાગરી ઉડ્ડયન મંત્રાલય (એમઓસીએ) અને નાગરી ઉડ્ડયન મંત્રાલયના મહાસંચાલક (ડીજીસીએ) દ્વારા ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (બીબીસીઆઈ)ને સન 2021માં ભારતીય ક્રિકેટ સીઝનના સીધા હવાઈ ફોટોગ્રાફી માટે ડ્રોન તહેનાત કરવા માટે શરત પરવાનગી આપી છે.

નાગરી ઉડ્ડયન મંત્રાલયન બીસીસીઆઈ અને મેસર્સ ક્વિડિક દ્વારા સીધા હવાઈ ફોટોગ્રાફી માટે રિમોટ પાઈલટ એરક્રાફ્ટ સિસ્ટમ (આરપીએએસ) ઉપયોગ કરવા માટે પરવાનગી આપવાની વિનંતી કરી હતી. નાગરી ઉડ્ડયન મંત્રાલયના સહ-સચિવ અંબર દુબેએ જણાવ્યું હતું કે ડ્રોન સંકલ્પના આપણા દેશમાં તેજ ગતિથી વિકસિત થઈ રહી છે. તેનો ઉપયોગ કૃષિ, ખાણકામ, આરોગ્ય સેવા અને આપત્તિ વ્યવસ્થાપનથી રમતગમત અને મનોરંજન સુધી વિસ્તર્યું છે.

દેશમાં ડ્રોનના વ્યાવસાયિક ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા ભારત સરકારના ઉદ્દેશને ધ્યાનમાં લેતાં આ પરવાનગી આપવામાં આવી છે. ડ્રોન નિયમ 2021 કાયદા મંત્રાલય સાથે ચર્ચા અંતિમ તબક્કામાં છે. અમે માર્ચ 2021 સુધી તે મંજૂર થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ, એમ પણ તેમણે જણાવ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો