તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:રાજ્યમાં દેવીદેવતાઓની પીઓપી મૂર્તિ બનાવવા પર કાયમી પ્રતિબંધ, નિયમોમાં છૂટ આપવા માગ

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આ વર્ષે નિયમોમાં છૂટ આપવા ગણેશોત્સવ સમન્વય સમિતિની માગ

એક તરફ કોરોનાના કારણે આગામી ગણેશોત્સવ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે ત્યારે ગણપતિ અને દુર્ગા ઉત્સવ સાથે રાજ્યમાં વિવિધ ઉત્સવો દરમિયાન તૈયાર થતી તમામ દેવીદેવતાઓની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર કાયમીસ્વરૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કરેલી સુધારેલી નિયમાવલીમાં (માર્ગદર્શક ધોરણ) સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મૂર્તિકારો સહિત સાર્વજનિક મંડળો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અને ઘરગથ્થુ ઉત્સવો ઊજવનારાઓ માટે પણ નિયમાવલી છે.
મૂર્તિના દાગીનાઓ માટે ફક્ત ફૂલોના ઘટક, વગેરેનો ઉપયોગ કરી શકાશે
ગણેશોત્સવને ત્રણ મહિના બાકી છે ત્યારે કમસે કમ આ વર્ષે તો નિયમાવલીમાંથી છૂટ આપવામાં આવે એવી માગણી બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ તરફથી કરવામાં આવ્યો છે. ૧૧ વર્ષ પહેલાં હાઈ કોર્ટના નિર્દેશ પછી પર્યાવરણપૂરક ઉત્સવ માટે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની અધ્યક્ષતા હેઠળ સમિતિ તૈયાર કરવામાં આવી હતી. અનેક બેઠકો પછી ૨૦૧૦માં મૂર્તિ વિસર્જન માટે માર્ગદર્શક ધોરણો જાહેર કરવામાં આવ્યા હતા. એમાં પ્લાસ્ટિકનો વપરાશ તેમ જ મૂર્તિની ઉંચાઈ પર પ્રતિબંધ સહિત અનેક મુદ્દાઓ પર જાણકારી આપવામાં આવી હતી. છેલ્લા થોડા વર્ષોમાં ઉત્સવ સંબંધિત અનેક બાબતોમાં ફેરફાર થવાથી હવે સુધારેલા માર્ગદર્શક ધોરણ જાહેર કરવામાં આવ્યા છે. એ અનુસાર ફક્ત કુદરતી, જૈવ-વિઘટનક્ષમ, પર્યાવરણને અનુકૂળ કાચા માલમાંથી બનાવેલી મૂર્તિઓને જ પરવાનગી આપવામાં આવી છે. મૂર્તિના દાગીનાઓ માટે ફક્ત ફૂલોના ઘટક, વગેરેનો ઉપયોગ કરી શકાશે. મંડપ ઊભો કરવો, સજાવટ વગેરે કામો માટે પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી ભૂમિકા રાજ્ય સરકારે લીધી
મંડળોએ ઓછી ઉંચાઈની અને માટીની અથવા મકાઈ, પાલક, ઘઉં જેવા પર્યાવરણને અનુકૂળ પદાર્થોમાંથી બનાવેલી મૂર્તિની સ્થાપના કરવી એવી સૂચના આપવામાં આવી છે. સજાવટ માટે કુદરતી રંગોનો ઉપયોગ કરવો. પ્રસાદ માટે વિઘટનશીલ પતરાવલી કે એવી વસ્તુનો ઉપયોગ કરવો. તેમ જ મંડળોએ ફક્ત નોંધણીકૃત મૂર્તિકારો પાસેથી જ મૂર્તિ ખરીદવી જેવી અનેક સૂચનાઓ એમાં છે. 
ગણેશોત્સવના ટાંકણે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કરેલી નિયમાવલીને કારણે સાર્વજનિક મંડળો, મૂર્તિકારોમાં દ્વિધાનું વાતાવરણ નિર્માણ થયું છે. આ નિયમાવલી બાબતે આગામી થોડા દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી ભૂમિકા રાજ્ય સરકારે લીધી છે. 
રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે એની ખાતરી
સમન્વય સમિતિ અનેક વર્ષોથી પર્યાવરણપૂરક ઉત્સવો પર ભાર મૂકે છે. રાજ્ય સરકારની સૂચના પછી ગયા વર્ષે પ્લાસ્ટિક તેમ જ થર્મોકોલના વપરાશ પર સંપૂર્ણ બંધી મૂકવામાં આવી હતી. આ વર્ષે પીઓપી સહિત શાડૂની માટી પણ મૂર્તિકારો માટે ઉપલબ્ધ થઈ નથી. ગણેશોત્સવ ફક્ત અઢી મહિના પછી છે ત્યારે આ વર્ષે કેન્દ્રની નિયમાવલીમાંથી સવલત આપવાની માગણી અમે કરીએ છીએ. આ બાબતે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે એની અમને ખાતરી છે એમ બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે જણાવ્યું હતું. 
મોટા મૂર્તિકારો માટે પણ નોંધણી ફરજિયાત
વિસર્જન માટે નિયમો : સમુદ્રમાં મૂર્તિનું વિસર્જન કરવા ફક્ત ભરતીના સમયે જ પરવાનગી આપવામાં આવે. તેમ જ વિસર્જન માટે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ જરૂરી તમામ ઉપાયયોજના અમલમાં મૂકવી એવી સૂચના કરવામાં આવી છે. તેમ જ સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ મંડળની મદદથી ઉત્સવોના સમયગાળામાં અને એ પછી પાણીની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. ત્રણ તબક્કામાં આ ચકાસણી કરવાની છે. વિસર્જન કરતા સમયે હાર, ફૂલ, ડેકોરેશનના સામગ્રી કાઢી નાખવાની સૂચના કરવામાં આવી છે. મૂર્તિકારોની નોંધણી જરૂરી : મૂર્તિકારોએ પોતાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા પાસે નોંધણી કરાવવી જરૂરી છે. મોટા મૂર્તિકારો માટે પણ નોંધણી ફરજિયાત છે અને એના માટે ડિપોઝીટ ભરવી અનિવાર્ય કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો