જનઆંદોલન:વેપારીઓને વિશ્વાસમાં લીધા વિના નવાં બિલ લવાશે તો જનઆંદોલન

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કૃષિ પેદાશ ખરીદનારને લાઈસન્સ ફરજિયાત લેવા સરકાર દ્વારા વિધાનમંડળના આગામી ચોમાસુ સત્રમાં બિલ લાવવાનું પ્રસ્તાવિત છે તેની સામે વેપારી સંગઠને વિરોધ નોંધાવ્યો છે. જો સરકાર વેપારીઓને વિશ્વાસમાં લીધા વિના આ બિલ લાવશે તો જનઆંદોલન ફાટી નીકળશે એવો ઈશારો આપ્યો છે.કેન્દ્રએ ખેડૂતોના માલોને મુક્ત વેપાર કરવામાં આવ્યો તે સંબંધે પણ અગાઉ મહારાષ્ટ્ર સરકારે રિટેઈલ પોલિસી 2016 મુજબ બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોલ, સુપરમાર્કેટને એપીએમસીના કાયદામાંથી મુક્ત રાખેલ છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા વેપારીઓને વિશ્વાસમાં લેવાનું જરૂરી છે. એકંદરે નવી મુંબઈની માર્કેટોમાં પણ કરિયાણા માર્કેટ ખરા અર્થમાં વૈશ્વિક ઈન્ટરનેશનલ વેપારનું હબ છે.

સ્થળાંતર કરતી વખતે એપીએમસી કાયદો હંગામી ધોરણે લાગુ કર્યો તે જબરદસ્તી ખેડૂતને નામે લાગુ આજ સુધી ચાલુ છે. ભવિષ્યમાં પણ આ એપીએમસી લાઈસન્સ ઈન્સ્પેક્ટર રાજ અને કથિત ભ્રષ્ટાચાર ચાલુ રાખવા માટે નેતાઓ નવું બિલ લાવવા માગે છે તેનો જોરદાર વિરોધ, આંદોલનથી લઈ સત્યાગ્રહ- અસહકાર તેમ જ કાનૂની સંઘર્ષ કરવો પડશે, એમ કેઈટના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું.આ બાબત ગંભીરતાથી ભારત સરકાર સુધી લઈ જવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર વિચાર્યા અને વિશ્વાસમાં લીધા વિના નવાં બિલ લાવે નહીં. અન્યથા જનહિતમાં જનઆંદોલન કરાશે, એમ તેમણે ચીમકી આપતાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...