સરવેનું તારણ:ડાયાબીટીસ પીડીતોને હાર્ટ ફેલ્યોર થવાની વધુ શક્યતા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલ સરવેનું તારણ

ડાયાબીટીસથી થતાં મૃત્યુમાં એક મુખ્ય કારણ દર્દીને હૃદય રોગ હોય તે પણ છે. આથી હૃદય રોગને દૂર રાખવા માટે ડાયાબીટીસની માવજત કરવાનું અને હાર્ટ ફેલ્યોરથી બચવાનું વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે, એવું અધ્યયનમાં તારણ નીકળ્યું છે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈના કાર્ડિયાક સાયન્સીસના ડાયરેક્ટર ડો. જમશેદ દલાલે જણાવ્યું હતું કે ડાયાબીટીસ અને હાઈપરટેન્શન જેવી હઠીલી સ્થિતિઓની વધતી ઘટનાને લીધે હાર્ટ ફેલ્યોરના કિસ્સા વધી રહ્યા છે. વિલંબિત નિદાન અને મોજૂદ ઉપચાર સાથે અભિમુખતાના મુદ્દા હાર્ટ ફેલ્યોર માટે દર્દીને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવાનાં બે મુખ્ય પરિબળો છે.

જોકે સમયસર નિદાન અને સમયસર ઉપચાર આ જીવલેણ સ્થિતિમાંથી દર્દીને ઉગારી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. હાર્ટ ફેલ્યોર યોગ્ય તપાસથી નિદાન કરીને વહેલા તબક્કામાં આક્રમક રીતે ઉપચાર કરી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...