સમસ્યા:નાશિકમાં પાણી માટે લોકો જાન જોખમમાં મૂકીદે છે

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડી પર 40 ફૂટ ઊંડી ખીણ પસાર કરવી પડે છે

દેશની આર્થિક રાજધાની મુંબઇથી નજીક મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ખરખેત ગ્રામ પંચાયતમાં રહેતા લોકો આઝાદીના સાત દાયકા પછી પણ દરરોજ પાણીના માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અહીં 25 આદિવાસી વસાહતો છે. આ વસાહતોમાં 300થી વધુ લોકો રહે છે અને દરરોજ તેઓ પીવાના પાણી માટે લાકડાના એક ડંડા પર થઇને 40 ફૂટ ઊંડી ખાઇ પાર કરીને એક બાજુથી બીજી બાજુમાં જાય છે.ગામના રહેવાસી લક્ષ્મણ દાહડે જણાવ્યું કે તેમના ગામ માટે ઘણી સરકારી યોજનાઓ આવી, પરંતુ એક પણ યોજના આદિવાસીઓ સુધી પહોંચી નથી.

પીવાનું પાણી એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પરંતુ તે મેળવવા માટે આપણે ભાગ્યશાળી પણ નથી. વસાહતની નજીક એક નદી છે, પરંતુ શુદ્ધ પાણીના અભાવે મહિલાઓને ઝરણામાંથી પાણી લાવવું પડે છે. નદીનાં ઝરણાં સામેના ભાગે હોવાના કારણે પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓને આ જીવલેણ કવાયત કરવી પડે છે.હરસુલથી આવતી તાસ નદી અહીંથી વહે છે, આ નદીની બંને બાજુએ 40 ફૂટ ઊંડી ખાઇ છે. આ ખાઈની પહોળાઈ લગભગ 25 ફૂટ છે. લક્ષ્મણના મતે એક બાજુથી બીજી તરફ જવા માટે કાયમી કે હંગામી પુલ બનાવવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે છે.

અનેક પ્રયાસો છતાં વહીવટી તંત્ર નિદ્રામાંથી જાગતું નથી. આવી સ્થિતિમાં અમારી પાસે આ લાકડા પરથી પસાર થયા સિવાય બીજો કોઈ આધાર નથી. માત્ર મહિલાઓ જ નહીં પરંતુ નાના બાળકો પણ આ માર્ગ પરથી હરસુલ અને પેઠ સુધી ભણવા જાય છે.લક્ષ્મણે વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઈની તબિયત બગડે છે ત્યારે સમસ્યા સૌથી વધુ ખરાબ થઈ જાય છે. જો લાકડામાંથી પગ લપસી જાય તો હંમેશાં ખાઈમાં પડવાની સંભાવના રહે છે. અનેક ગ્રામજનો અત્યાર સુધીમાં ખાઈમાં પડી ગયા છે. નદી પાસે ખેતી છે, છતાં ખેડૂત વરસાદના પાણી પર જ નિર્ભર છે. આ વિસ્તારની અન્ય વરસાદી નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ તાસ નદી પર પુલ ન હોવાથી સમસ્યા યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...