તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના નિયમોની ઐસીતૈસી:ગણેશોત્સવ પૂર્વેની ખરીદી માટે લોકો બજારમા ઉમટી પડ્યા

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર, મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટરો દ્વારા દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં ગણેશોત્સવ પૂર્વેની ખરીદી કરવા માટે મુંબઈગરા મોટી સંખ્યામાં લાલબાગ, દાદર સહિતની બજારોમાં ઊમટી પડેલા જોવા મળ્યા હતા.

10 સપ્ટેમ્બરથી મુંબઈમાં ગણેશોત્સવનો આરંભ થઈ રહ્યો છે. તે પૂર્વે છેલ્લે વીકએન્ડ હોવાથી ખાસ કરીને રવિવાર સાંજ પછી લાલબાગ અને દાદરની બજારોમાં ગણેશોત્સવની સજાવટ સહિતના માલસામાન માટે ચિક્કાર ભીડ જોવા મળી હતી.ખાસ કરીને ઘણા બધા લોકો રીતસર કોરોનાના નિયમોની ઐસીતૈસી કરતાં જોવા મળ્યા હતા.

રવિવારે ઘણાં બધાં સાર્વજનિક મંડળો દ્વારા ગણેશમૂર્તિ લઈ જઈને મંડપમાં સ્થાપના કરવામાં આવી હતી. અનેક મંડળના કાર્યકરો દ્વારા ગણેશમૂર્તિ લઈ જવા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાતું દેખાતું નહોતું.

મુંબઈ સહિત અમુક જિલ્લામાં કેસ વધ્યા
દરમિયાન મુંબઈ સહિત પુણે, થાણે, સાતારા, અહમદનગર મળીને એક્ટિવ કેસ 72 ટકા છે. છેલ્લા થોડા દિવસોમાં આ વિસ્તારોમાં નવા કેસ વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. એપ્રિલ 2020 પછી 16 ઓગસ્ટ, 2021ના રોજ સૌથી ઓછા 190 કેસ નોંધાયા હતા, જે પછી રોજ નવા કેસ 400 અને તેથી વધુ નોંધાઈ રહ્યા છે. મરણાંક જોકે કાબૂમાં છે.

અન્ય સમાચારો પણ છે...