તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:એરપોર્ટ પર 3થી 4 કલાક વેઇટિંગથી લોકો પરેશાન

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • ટેસ્ટ્સ વગેરે પ્રક્રિયા માટે લોકોએ વહેલા આવવું પડે છે

કોઈ રાજ્યમાંથી અથવા દેશમાંથી બીજા દેશમાં ઝડપથી પ્રવાસ કરવા પસંદ કરવામાં આવતો આરામદાયક હવાઈ માર્ગ હવે પ્રવાસીઓને પરસેવો પાડી રહ્યો છે. કોરોનાના નવા વાઈરસને રોકવા માટે મુંબઈ એરપોર્ટ પર ચાલુ ટેસ્ટ્સ અને એના માટે લાગતી લાઈનને કારણે પ્રવાસીઓના ત્રણથી ચાર કલાક એરપોર્ટ પર જ વેડફાય છે. ઉપરાંત વિમાનના ટેક ઓફ્ફના સમય પહેલાં ત્રણ કલાક વહેલા પ્રવાસીઓએ એરપોર્ટ પર હાજર થવું પડે છે. પરિણામે એરપોર્ટ પર ગરબડિયા વાતાવરણની સ્થિતિ છે.

અત્યારે મુંબઈ એરપોર્ટ પર રાજ્યની બહાર જતા પ્રવાસીઓની ફક્ત તાપમાનની જ તપાસણી થાય છે. એરપોર્ટની અંદર પ્રવેશ કરવા અગાઉ જ પ્રવાસીઓની તપાસણી કરતા આરોગ્ય સેતુ એપ ચોક્કસ તપાસવામાં આવે છે. એ પછી જ અંદર પ્રવેશ કરતા હંમેશા મુજબની અન્ય પ્રક્રિયાઓમાંથી પ્રવાસીએ પાર થવું પડે છે. જો કે કોરોનાના ડરથી મુંબઈ એરપોર્ટ પરની પરિસ્થિતિ હજી સુધરી નથી.

પ્રવાસીઓએ ટેક ઓફ્ફના એકથી દોઢ કલાક પહેલાં પહોંચવું અપેક્ષિત હોય છે. પણ પ્રવાસીઓ બેથી ત્રણ કલાક વહેલા પહોંચી રહ્યા છે. તેથી એરપોર્ટની અંદર પ્રવેશ કરતા થતી સુરક્ષા તપાસણી માટે મોટી કતાર લાગે છે. એમાંથી છૂટકારો થાય ત્યાં અંદર સામાનની તપાસણી માટે મોટી લાઈનમાં ઊભા રહેવું પડે છે. પરિણામે એકથી દોઢ કલાક પહેલાં વિમાન પ્રવાસ માટે પ્રક્રિયા પાર પાડવા આવેલા પ્રવાસીઓને અન્ય પ્રવાસીઓની ઉતાવળનો ફટકો પડે છે. તેમને પણ લાઈનનો સામનો કરવો પડે છે. અત્યારે કોરોનાનો સમય હોવાથી કેટલીક પ્રક્રિયા પાર પાડવા સમય લાગે છે. તેથી મોડું ન થાય એટલા માટે પહેલાં જ પ્રવેશ કરતા હોવાનું પ્રવાસીઓ જણાવે છે.

આરોગ્ય સેતુ એપનો સ્ક્રીનશોટ
એરપોર્ટ પર અંદર પ્રવેશ મેળવવા માટે આરોગ્ય સેતુ એપ પ્રવાસીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. પણ એપ ચાલુ થવાથી એની પ્રક્રિયામાં થતો વિલંબ અને એપમાં કોરોનાનું સંક્રમણ થયેલા દર્દીઓ દેખાડવાની સુવિધા હોવાથી પ્રવાસીઓને એનો પણ ધ્રાસ્કો પડે છે. કેટલાક પ્રવાસીઓ આ આરોગ્ય સેતુ એપની અંદરની પ્રક્રિયાનું સ્ક્રીનશોટ લઈને એ જ પ્રવેશદ્વાર પર દેખાડીને અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. તેથી અનેક પ્રવાસીઓ પકડતા હોવાથી પ્રવેશદ્વાર પરના એરપોર્ટના કર્મચારીઓ તરફથી તેમને આ એપ વ્યવસ્થિત ડાઉનલોડ કરીને તમામ પ્રક્રિયા પાર પાડવા ફરજ પાડવામાં આવે છે.

સ્માર્ટ ફોન ન હોય એમ જણાવતા પ્રવાસીઓને નજીકના કાઉન્ટર પર એક અરજીપત્ર આપવામાં આવે છે. એમાં પ્રવાસીનું નામ, એનો પીએનઆર નંબર, વિમાન નંબર, ઉડ્ડયન અને આગમન ઠેકાણું, તારીખ જેવી તમામ માહિતીઓ લખાવવામાં આવે છે. દિવસે આવા 200 થી 300 ફોર્મ પ્રવાસીઓ ભરતા હોવાની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો