આદેશ:સાસુને દેખભાળ ખર્ચ આપવો પુત્રવધુ માટે ફરજિયાત નથીઃ કોર્ટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પુત્ર-પુત્રવધુને વડિલોપાર્જિત બંગલો છોડવાનો હાઈકોર્ટનો આદેશ

વાલી અને વરિષ્ઠ નાગરિક નિર્વાહ અને કલ્યાણ કાયદા અંતર્ગત પુત્રની વ્યાખ્યામાં પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રીઓનો સમાવેશ છે અને પુત્રવધુનો એમાં સમાવેશ નથી એમ જણાવતા મુંબઈ હાઈ કોર્ટે એક પ્રકરણમાં સાસુને દેખભાળ ખર્ચ આપવા માટે પુત્રવધુ બંધાયેલી નથી એમ જણાવ્યું હતું. એ સાથે જ પુત્ર અને પુત્રવધુને જુહુના આલીશાન બંગલાને ખાલી કરવાનો તેમ જ પુત્રને દેખભાળ ખર્ચ આપવાનો લવાદનો આદેશ કોર્ટે યથાવત રાખ્યો હતો.

બીમાર સાસુને દેખભાળ ખર્ચ આપવાના વરિષ્ઠ નાગરિક ફરિયાદ લવાદના આદેશને પુત્રવધુએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. એના પર ચુકાદો આપતા જજ સંભાજી શિંદે અને જજ રેવતી ડેરેની ખંડપીઠે ઉપરોક્ત નિરીક્ષણ નોંધતા લવાદનો આદેશ રદ કર્યો હતો. જો કે પુત્રએ વૃદ્ધ માતાને દર મહિને 25 હજાર રૂપિયા આપવાના રહેશે એવા લવાદના આદેશને યોગ્ય જણાવ્યો હતો.

વરિષ્ઠ નાગરિક દંપતિએ પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ લવાદ સમક્ષ હેરાનગતિની ફરિયાદ કરી હતી. એની નોંધ લઈને લવાદે પુત્ર અને પુત્રવધુને જુહુ ખાતેનો બંગલો ખાલી કરવા જણાવ્યું હતું. તેમ જ બંનેને સહિયારી રીતે દંપતિને દેખભાળ ખર્ચ આપવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાને પુત્રવધુએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.

આ અરજી પર સુનાવણી બાકી હતી એ દરમિયાન સસરાનું મૃત્યુ થયું હતું. પુત્રવધુએ કરેલી અરજી અનુસાર આ બંગલો વડિલોપાર્જિત છે. ઉપરાંત એ પતિ સાથે આ બંગલામાં ભાડું ચુકવીને રહે છે. એ નોકરી કરતી નથી. આમ છતાં અને એ કમાવતી ન હોવાના પુરાવાઓ રજૂ કરવા છતાં લવાદે પુત્રવધુને પણ સાસુને દેખભાળ ખર્ચ ચુકવવાનો આદેશ આપ્યો હતો. તેથી લવાદનો આદેશ યોગ્ય ન હોવાનો દાવો પુત્રવધુએ કર્યો હતો.

બીજી તરફ પુત્ર અને પુત્રવધુ પોતાને સતત માનસિક, શારીરિક ત્રાસ આપે છે. પુત્રવધુએ પોતાની ધાર્મિક ભાવનાઓ દુભવી. તેથી લવાદનો ચુકાદો યોગ્ય હોવાનો દાવો સાસુએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...