તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેન્કિંગ કાયદો:સહકારી બેન્કો પર નિયંત્રણ લાવવા માગતા કેન્દ્ર સામે પવારનો નવો પ્લાન

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કિંગ કાયદા અંગે કેન્દ્ર સરકાર નિયમાવલી બનાવે તે પૂર્વે જ શરદ પવારે ઉપ- સમિતિ સ્થાપી

કેન્દ્ર સરકારના બેન્કિંગ કાયદામાં સુધારણાનો અભ્યાસ કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. આ માટે એક ઉપ- સમિતિની સ્થાપના કરી હોઈ ભવિષ્યમાં કેન્દ્ર વિરુદ્ધ મહાવિકાસ આઘાડી કાયદેસર માર્ગે સંઘર્ષ કરવાની તૈયારી કરી છે. સહકારી બેન્કો જિવાડવા માટે તેમણે તાકાત આપવા આ સમિતિ નીમી છે. સહકાર મંત્રી બાળાસાહેબ પાટીલ ઉપ-સમિતિના અધ્યક્ષ હશે.

આ સમિતિમાં મહાવિકાસ આઘાડી પક્ષના ત્રણેય નેતાઓ હશે. કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાત, તબીબી શિક્ષણ મંત્રી અમિત દેશમુખ અને સહકાર રાજ્યમંત્રી વિશ્વજિત કદમ પણ રહેશે, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ તરફથી ગ્રામ વિકાસ મંત્રી હસન મુશરીફ અને અન્ન તથા ઔષધ પ્રશાસન મંત્રી રાજેન્દ્ર શિંગણે રહેશે. શિવસેના તરફથી પાણી પુરવઠા મંત્રી ગુલાબરાવ પાટીલ, ફળોત્પાદન મંત્રી સંદીપાન ભુમરે, જળ સિંચાઈ મંત્રી શંકરરાવ ગડાખ ઉપ- સમિતિમાં રહેશે. આ ઉપ- સમિતિની પહેલી બેઠક મંગળવારે થશે.થોડા દિવસ પૂર્વે શરદ પવારે હાલમાં જ પક્ષની બેઠક યોજાઈ હતી. તે સમયે સમિતિ બનાવવાનું સૂચન તેમણે કર્યું હતું. આ સમિતિમાં સહકાર ક્ષેત્રના નિષ્ણાતો પણ હશે.

કોંગ્રેસ- રાષ્ટ્રવાદીનું 30-40 વર્ષથી રાજ
મોદી સરકાર સહકારી બેન્કો સંબંધમાં નવી નિયમાવલી લાવીને સહકારી બેન્કો પર નિયંત્રણો લાવવાની છે. ખાસ કરીને સહકારી બેકો પર રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના નેતાઓનું પ્રભુત્વ રહ્યું છે. સંબંધિત કાયદો આવવાથી સહકારી બેન્કો પર વર્ચસ ઓછું થઈ શકે એમ છે. આથી સહકાર ક્ષેત્રના રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કાયદેસર ભૂમિકા લઈને સંઘર્ષ કરવાની તૈયારી શરૂ કરી છે. ભવિષ્યમાં રાજ્યોમાં આ સંબંધમાં કાયદો કરીને કોર્ટમાં લડાઈ પણ લડવાની શક્યતા છે. રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ પશ્ચિમ મહારાષ્ટ્રમાં અને અમુક અન્ય ભાગોમાં મરાઠવાડાના સહકાર ક્ષેત્રના માધ્યમથી કાયમ વર્ચસ જમાવીને સત્તા સ્થાપન કરતી આવી છે. સહકારના જીવ પર 30થી 40 વર્ષથી તેના વિધાનસભ્યો જીતી આવે છે. હવે કેન્દ્ર સરકારે સહકારી બેન્કો સંબંધમાં નિયમાવલી લાગુ કરવાથી કોંગ્રેસ- રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ફફડાટ ફેલાયો છે. આથી અગાઉથી આ તૈયારીઓ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...