સરકારમાં ટેન્શન:પવારનું આગામી ચૂંટણીઓ માટે મિશન 2024, કોંગ્રેસનો સ્વબળે લડવાનો નારો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાવિકાસ આઘાડી સરકારમાં ટેન્શન
  • રાજકારણમાં ગરમાવો: આગામી લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા એકત્ર લડવાની તૈયારીઃ કોંગ્રેસ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પછી શિવસેનાના મુખે મોદીનાં વખાણ, રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવારે આગામી ચૂંટણીઓ શિવસેના સાથે એકત્ર લડવાના આપેલા સંકેત બાદ હવે કોંગ્રેસે આગામી બધી ચૂંટણીઓ સ્વબળે લડવાનો નારો લગાવતાં મહાવિકાસ આઘાડી સરકારમાં ઓલ ઈઝ નોટ વેલ એવું ફરીથી જણાઈ રહ્યું છે.

છેલ્લા થોડા દિવસથી રાજ્યના રાજકીય વર્તુળનમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. શરદ પવાર- ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પછી સરકાર ચલાવતી વખતે આવતી સમસ્યાઓ બાબતે ઠાકરેએ પવાર સામે નારાજી વ્યક્ત કરી હતી. મંત્રીઓ ઊંચા અવાજે વાતો કરે છે એવી ઠાકરેએ ફરિયાદ કરી હતી, જે પછી સરકારમાં ટેન્શન હોવાનું જણાયું હતું. ત્યાર બાદ આ સરકાર 5 વર્ષ ચાલશે એવું શિવસેના તરફથી જણાવવામાં આવ્યું હતું. હાલમાં જ મરાઠા અનામત અને અન્ય મુદ્દાઓ પરથી ઠાકરે મોદીને મળવા માટે ગયા હતા.ઠાકરે અને મોદીની આ સમયે વ્યક્તિગત મુલાકાત થઈ હતી. આ પછી રાજ્યમાં શિવસેના – ભાજપ એકત્ર આવશે કે કેમ એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. મોદી-ઠાકરેના સંબંધ સારા છે. અમે રાજકીય દષ્ટિએ એકત્ર નથી છતાં અમારા સંબંધ ખતમથયા નથી એમ ઠાકરેએ જણાવ્યું હતું.આ પછી સરકાર બાબતે ફરી તર્કવિતર્ક લગાવવામાં આવ્યા હતા.

સંજય રાઉતે મોદીનાં વખાણ કર્યાં
બીજી બાજુ શિવસેનાના નેતા સંજય રાઉતે મોદીનાં વખાણ કરતાં બધાનાં ભવાં ઊંચકાયાં હતાં. મોદી દેશ અને ભાજપના સૌથી મોટા નેતા છે. છેલ્લાં 7 વર્ષમાં ભાજપે રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી છે તે મોદીને કારણે જ છે. દરેક પક્ષને મોટા થવાનું છે. તેમના મુખ્ય મંત્રી હોવા જોઈએ એવું તેમણે લાગતું હોય છે, એમ રાઉતે જણાવ્યું હતું.

કોંગ્રેસે શું કહ્યું
કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે અમે સ્વબળે લડવાની તૈયારીકરી છે. આગામી ચૂંટણીઓ અમે સ્વબળે લડી શકીએ છીએ. રાષ્ટ્રવાદી અમારો મિત્ર પક્ષ છે. આથીતે સમયે બેસીને નિર્ણય થશે, પરંતુ હાલમાં અમારી સામે કોઈ પ્રસ્તાવ નથી.

અન્ય સમાચારો પણ છે...