ઝાટકણી:પવારે શેરડીનું નિયોજન કરવા સરકાર પર દબાણ લાવવું જોઈએ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BJP કિસાન મોરચાના રા.મહામંત્રી ડો.અનિલ બોંડેએ કાઢી ઝાટકણી

સતત ૧૦ વર્ષ સુધી કૃષિ મંત્રી અને ઘણાં વર્ષો સુધી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદ પર રહેવા છતાં વરિષ્ઠ નેતા શરદ પવારે ખેડૂતોના કલ્યાણની ફક્ત વાતો જ કરી. જો તે સમયે તેમને ખેડૂતોમાં ભગવાન શોધ્યા હોત તો ખેડૂતો પર આત્મહત્યા કરવાનો સમય ન આવ્યો હોત, એમ ડૉ. અનિલ બોંડેએ દ્વારા શરદ પાવરની ઝાટકણી કાઢવામાં આવી હતી.

પવારે ગઠબંધન સરકારમાં પોતાનું વજન વાપરીને ગઠબંધન સરકારને રાજ્યમાં વધેલી શેરડીનું નિયોજન કરવા દબાણ કરવું જોઈએ. ત્યાર બાદ જ કવિતા વાંચનના કાર્યક્રમો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું.ડૉ. બોન્ડેએ પત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પવાર સાહેબની દેખરેખ હેઠળ ચાલે છે. તેથી જ મહારાષ્ટ્રએ જોયું છે કે કેવી રીતે તેમના ઘર પર કૂચ કરનારાઓ પર તરત જ કાયદાનો સિકંજો કસવામાં આવ્યો હતો.

ગઠબંધન સરકાર શેરડીનું ઉત્પાદન વધશે તે જાણવા છતાં તેણે સમયસર તેની થ્રેસિંગનું આયોજન કર્યું નથી, તેથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીડ જિલ્લામાં શેરડી ઉત્પાદકોની આત્મહત્યાની નોંધ લઈને, પવારે મહાવિકાસ આઘાડી સરકારને યુદ્ધ સ્તરે શેરડીના સંતુલનનું આયોજન કરવા દબાણ કરવું જોઈએ. જો વધી પડેલી શેરડીનું થરેસિંગ થઈ શકે એમ ન હોય તો ખેડૂતોને હેકટર દીઠ રૂ. 75,000નું રાજ્ય સરકારે વળતર ચૂકવવાની ફરજ પાડવી જોઈએ.મનમોહન સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર સતત દસ વર્ષથી કેન્દ્રમાં સત્તા પર હતી.

આ સમયગાળા દરમિયાન વાજપેયી સરકારના ઇથેનોલના ઉત્પાદનના નિર્ણયની ઉપેક્ષા કરવાના કારણે શેરડી ઉત્પાદકોને ભારે નુકસાન થયું છે. મોદી સરકારે શેરડીના ઉત્પાદકોની આવક વધારવા માટે છેલ્લાં 8 વર્ષમાં ઘણા નિર્ણયો લીધા છે અને 2023 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને 20 ટકા સુધી વધારવાની જાહેરાત કરી છે. પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ હાલમાં માત્ર 8.5 ટકા છે. જોકે, ખાંડ ઉદ્યોગમાં ઇથેનોલમાંથી રૂ. 21,000 કરોડ આવી રહ્યા છે.

જો મિશ્રણ વાસ્તવમાં 20 ટકાથી વધુ જાય તો તે જ ટર્નઓવર રૂ. 50,000 કરોડને પાર કરી જશે. પવાર જ્યારે સતત દસ વર્ષ કૃષિ મંત્રી હતા ત્યારે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ માત્ર 1થી 1.5 ટકા હતું. તે જ સમયે, જો પવાર સાહેબે ઇથેનોલ મિશ્રણનો ગુણોત્તર 10 ટકા પર લઈ લીધો હોત તો શેરડી ઉત્પાદકોની આવકમાં વધારો થયો હોત. આ મુજબનો પણ ડૉ.બોન્ડેએ અખબારી યાદીમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...