તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:શિવસેના દ્વારા રાષ્ટ્રવાદીને એકત્ર લડવા પવારને સંમતી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વબળે લડવાનું કહેનારી કોંગ્રેસને જગ્યા બતાવી

આગામી ચૂંટણીઓ શિવસેના સાથે લડવા અંગે વિધાન કરનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારને હવે શિવસેનાએ પણ હા આપી છે. ખાસ કરીને આગામી ચૂંટણીઓમાં સ્વબળે લડવાની ભાષા કરનારી કોંગ્રેસને તેની જગ્યા બતાવી છે.સ્વબળે લડીને સત્તા મેળવવાનો પ્રયાસ કરવો તેમાં ખોટું કશું નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષ તે દિશામાં તૈયારી કરી રહ્યા છે એ સારી વાત છે. આ પછી મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી બે જ પક્ષ રહે છે. બધા જ સ્વબળે લડતા હોય તો આ બે મુખ્ય પક્ષોએ મહારાષ્ટ્રના હિતનો વિચાર કરીને એકત્ર લડવું પડશે એવી તૈયારી ઉદ્ધવ ઠાકરે અને પવારની છે એવું જણાઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં પહેલા જ સ્વબળનું અજીર્ણ થઈ ગયું છે. તેમાં હવે વધારો કરવો નથી, એમ શિવસેનાએ કોંગ્રેસને ટોણો માર્યો છે.રાજ્યમાં જે ઊઠે તે આવતીકાલની ચૂંટણીઓમાં સ્વબળે લડવાની ભાષા કરી રહ્યો છે. એક બાજુ રાજ્યમાં મરાઠા, ઓબીસી, ધનગર અનામત મુદ્દાએ જોર પકડ્યું છે. કોલ્હાપુરમાં સર્વપક્ષી લોકોએ એકત્ર આવીને મરાઠા અનામત માટે આંદોલન કર્યું છે. ધનગર જાતિને સમયસર અનામત નહીં મળે તો પંઢરપુરની વિઠોબા માઉલીની મહાપૂજા રોકવાની ભાષા ચાલુ છે.

ઓબીસીના આગેવાનો પણ રસ્તા પર ઊતરવાની તૈયારીમાં છે. તેમાં કોરોનાનો કહેર કાંઈ હજુ શમ્યો નથી. આ પરિસ્થિતિમાં અમુક લોકોને રાજકારણ, ચૂંટણી, સ્વબળે લડવાનું ઘેલું લાગ્યું છે. મહારાષ્ટ્રના લોકો રાજકારણગ્રસ્ત છે, પરંતુ આટલા ગ્રસ્ત છે એવું ક્યારેય લાગ્યું નહોતું, એમ શિવસેનાના મુખપત્રમાં ટોણો મારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...