તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મુંબઈ એરપોર્ટ આસપાસનાં 80,000 ઝૂંપડાંના પુનર્વિકાસનો માર્ગ મોકળો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 65 એકર જગ્યામાં એસઆરએ પ્રકલ્પ અંતર્ગત વિકાસઃ 2000 સુધીનાં ઝૂંપડાંને લાભ મળશે

એક યા બીજા કારણસર રખડતો મુંબઈ એરપોર્ટ આસપાસમાં 65 એકર જગ્યામાં વસેલાં 80,000 ઝૂંપડાંના પુનર્વિકાસનો માર્ગ આખરે મોકળો થયો છે. રાજ્ય સરકારે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ) દ્વારા ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રકલ્પ (એસઆરએ) અંતર્ગત આ વિસ્તારનો વિકાસ કરવા માટે પરવાનગી આપી છે. આ પૂર્વે એચડીઆઈએલ કંપનીને આ પ્રકારની પરવાનગી આપી હતી. જોકે તેમાં વિવાદ ઊભા થતાં તે રદ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના નગર વિકાસ ખાતાએ આ સંબંધમાં સૂચના જારી કરી છે. આ નવા આદેશને લીધે મુંબઈ એરપોર્ટની જમીન પર વસેલાં 80,000 ઝૂંપડપટ્ટીઓના પુનર્વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. એસઆરએ પ્રકલ્પ અંતર્ગત આ વિસ્તારનો વિકાસ કરતી વખતે 2000 વર્ષ સુધીનાં ઝૂંપડાંઓને ધ્યાનમાં લેવાશે, એટલે કે, ઝૂંપડું 2000 પછી પછી બંધાયું હોય તો તેને આ યોજનામાં લાભ નહીં મળશે. આ ઝૂંપડપટ્ટીધારકોને એમએમઆર પ્રદેશમાં ગમે ત્યાં પુનર્વસન કરવાની છૂટ આપવામાં આવી છે.આ ઝૂંપડાવાસીઓમાં ફક્ત ભોંયતળિયાના માળખાને 300 ચો.ફૂ. કાર્પેટ એરિયાનું ઘર મળશે.

અગાઉ બંધાઈ ચૂકેલા 269 ચો.ફૂટ ઘર પસંદ કરે તો તેમને તે પણ અપાશે. ફૂટપાથ પર ઘર બનાવ્યું હોય, એરપોર્ટના વિકાસ માટે આવશ્યક જમીન પર ઝૂંપડું હોય, પુનર્વસનમાં બેસતું નહીં હોય તેવી ખુલ્લી જગ્યામાં ઝૂંપડું હોય, કમર્શિયલ ગોદામ, ભંગારનાં ગોદામ, ગાયના તબેલા, જોખમી એકમો પુનર્વસન માટે પાત્ર નહીં રહેશે.એમઆઈએએલ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ચલાવતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અદાણી એરપોર્ટસ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. મુંઈ એરપોર્ટ 1875 એકર જમીન પર વસેલું છે અને 2006માં એમઆઈએએલને 30 વર્ષની લીઝ પર અપાયું હતું. આ જગ્યામાંથી ઝૂંપડાં હટી જવા પર એરોનોટિકલ અને કમર્શિયલ વિકાસ માટે 200 એકર જગ્યા છૂટી થશે. વળી, એરપોર્ટ આસપાસ મોટી સંખ્યામાં ઝૂંપડાં સલામતીનું પણ જોખમ છે.

દરમિયાન થોડા દિવસ પૂર્વે રાજ્ય સરકારે એસઆરએનાં ઘરો વેચવાની મર્યાદા ઘટાડવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ એસઆરએ અંતર્ગત મળેલાં ઘર 5 વર્ષ પછી વેચવાની પરવાનગી અપાશે. આ પૂર્વે આ ઘર વેચવાની સમયમર્યાદા 10 વર્ષની હતી. આ નિર્ણયને લીધે એસઆરએનાં ઘરો હોય તેમને મોટો લાભ થયો હતો. જે નાગરિકોને એસઆરએ અંતર્ગત ઘર મળ્યાં હોય તેમને પોતાનાં ઘર 10 વર્ષ સુધી વેચવાની છૂટ નહોતી. જો આવો પ્રયાસ કરવામાં આવે તો ઘરમાલિક સામે કાયદેસર કાર્યવાહીની જોગવાઈ છે. જોકે આ પછી હવે આ સમયમર્યાદા ઓછી કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...