તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાથી સંસ્થા, મહારાષ્ટ્ર નર્સીસ ફેડરેશન, યુનાઈટેડ નર્સીસ એસોસિએશન, જનઆરોગ્ય અભિયાન તરફથી સોમવારે વેબિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંબંધિત વિષયો પર આ સમયે ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના સમયગાળામાં સાથી સંસ્થાએ કોરોનાના દર્દીની સારવાર કરતી નર્સો અને કર્મચારીઓના અનુભવ પર સર્વેક્ષણ કર્યું હતું. એના અહેવાલને આ વેબિનારમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ વેબિનારના અધ્યક્ષ સ્થાને વિધાન પરિષદ ઉપસભાપતિ ડો. નિલમ ગોર્હે અને મુખ્ય અતિથી તરીકે આરોગ્ય મંત્રી રાજેશ ટોપે ઉપસ્થિત હતા.
આ સમયે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે રાજ્યના જરૂરિયાતમંદ દર્દીઓને હવે મફત લોહી મળે એ માટે ધોરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કોઈએ પણ લોહી માટે રૂપિયા ચુકવવા નહીં પડે. એના માટે નિર્ણય વિચારાધીન છે. સામાન્ય જનતાનો સાર્વજનિક આરોગ્ય સેવા પર વિશ્વાસ વધે એ માટે અને આ સેવા પરવડનારી, સુલભ અને દરજ્જાવાળી હોય એ માટે પ્રયત્ન ચાલુ છે. રાજ્યની જૂની એમ્બ્યુલન્સો બદલવામાં આવી રહી છે. આગામી અઠવાડિયે 500 નવી એમ્બ્યુલન્સ દાખલ થશે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરોગ્ય વિભાગના 17,000માંથી 50 ટકા પદ ભરવાની પરવાનગી આપી છે. તેથી વિભાગના ખાલી પદોની ભરતીને ઉતેજન મળશે. આગામી સમયમાં આ પદ ભરવામાં આવશે. સાર્વજનિક આરોગ્ય સેવા માટે ભંડોળ વધારવામાં આવે એ માટે પ્રયત્ન ચાલુ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.