તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઘાટકોપર સ્થિત રાજાવાડી હોસ્પિટલમાં ઉંદરે આંખ કોતરી ખાધેલા દર્દીનું મૃત્યુ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ મહાપાલિકાની ઘાટકોપર સ્થિત રાજાવાડી હોસ્પિટલમાં આઈસીયુમાં આંખ ઉંદરે કોતરી ખાધેલા દર્દીનું બુધવારે મૃત્યુ થવાથી અનેક પ્રશ્ન ઊભા થયા છે. દર્દીની સંબંધીએ કરેલા આરોપ બાદ આ પ્રકરણની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તે પૂર્વે જ દર્દીનું મૃત્યુ થયું છે. ભાજપે પૂછ્યું છે કે મહાપાલિકાનું આરોગ્યનું બજેટ રૂ. 1200 કરોડ છે તો તેને કોણ કોતરી રહ્યુંચે.દર્દીની આંખની પાંપણ અને આસપાસનો ભાગ કોતરવામાં આવ્યો હતો. વોર્ડ બધી બાજુથી બંધ છે. આ વોર્ડ ભોંયતળિયે હોવાથી અને ચોમાસામાં દરવાજો ખોલવામાં આવે ત્યારે કદાચ ઉંદર આઈસીયુ રૂમમાં ભરાઈ ગયો હશે.

દર્દી વેન્ટિલેટર પર હોવાથી તેને આ બાબત મહેસૂસ થઈ નહોતી. આ બાબત નર્સના ધ્યાનમાં આવતાં તુરંત ડોક્ટરે આંખોની તપાસ કરી હતી, એમ મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું.જોકે દર્દીની બહેને જણાવ્યું કે મારા ભાઈ શ્રીનિવાસ યલપ્પા (24)ને લાવવામાં આવ્યો ત્યારે તે ઠીક હતો. જોકે દાખલ કર્યાના બીજા દિવસે તેની આંખ પાસે કોતરેલું હતું અને લોહી નીકળેલું હતું.

આ ઉંદરે જ કોતર્યું છે એવો ખ્યાલ આવતાં તુરંત નર્સને બોલાવી, પરંતુ તેણે કહ્યું કે લોહી લાગ્યું છે બીજું કશું નથી. આ પછી ડોક્ટરને પૂછ્યું તો તેણે કહ્યું કે મને ખબર નથી. હવે આ માટે કોણ જવાબદાર છે એવો પ્રશ્ન તેમે કર્યો હતો. શ્રીનિવાસ યલપ્પાને દમની બીમારી હતી. તે બેભાન અવસ્થામાં હતો.

અન્ય સમાચારો પણ છે...