તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી મોકૂફ:એટ્રોસિટી કેસમાં પરમવીરની 15 જૂન સુધી ધરપકડ નહીં થાય

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • FIR રદ કરવાની પરમવીરની અરજી પર હવે 14મીએ સુનાવણી

એટ્રોસિટી પ્રતિબંધાત્મક ધારા હેઠળ નોંધવામાં આવેલા કેસમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની 15મી જૂન સુધી ધરપકડ નહીં કરવા મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો. વરિષ્ઠ ધારાશાસ્ત્રી દરાયુસ ખંભાતાએ રાજ્ય સરકાર વતી હાજર રહીને જણાવ્યું કે પરમવીરની ધરપકડ નહીં કરવા અગાઉ આપેલું નિવેદન 15મી જૂન સુધી ચાલુ રહેશે.જસ્ટિસ એસ એસ શિંદે અને એન જે જમાદારની ખંડપીઠે પીઆઈ ભીમરાવ ઘાડગે દ્વારા પરમવીર સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની પરમવીરની અરજીની સુનાવણી હવે 14 જૂન પર મોકૂફ રાખી છે.

તે દિવસે કોર્ટ રાજ્ય સરકાપર દ્વારા પરમવીર સામે સ્થાપવામાં આવેલી બે તપાસ સમિતિઓને પડકારતી અન્ય અરજીઓની પણ સુનાવણી કરશે.1 એપ્રિલે તત્કાલીન રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઓલ ઈન્ડિયા સર્વિસીસ (કંડક્ટ) રુલ્સનું પરમવીરે ઉલ્લંઘન કર્યું હોવા અંગે પ્રથમ આદેશ આપ્યો હતો. આ પછી 20 એપ્રિલે વર્તમાન ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલે પરમવીર સામે કરાયેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.પરમવીર સામે પીઆઈ ઘાડગે દ્વારા દાખલ ફરિયાદને આધારે એટ્રોસિટી ધારા હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ઘાડગે હાલ અકોલામાં ફરજ બજાવી રહ્યો છે.

પરમવીર થાણેના કમિશનર હતા ત્યારે તેમણે અને અન્ય અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હતો એવા ઘણા બધા આરોપ ઘાડગેએ કર્યા છે. એફઆઈઆર હવે થાણેમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.ઘાડગેનો આરોપ છે કે પરમવીરે એક કેસમાં અમુક વ્યક્તિઓનાં નામ પડતા મૂકવા દબાણ કર્યું હતું અને તેણે ઈનકાર કરતાં પરમવીરે ખોટા કેસ દાખલ કર્યા હતા. પરમવીર સામે ભારતીય ફોજદારી સંહિતાની વિવિધ કલમો પછાત જાતિ અને પછાત જમાતી (અત્યાચાર પ્રતિબંધક) ધારાની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...