કાર્યવાહી:પરમવીરને પબ માલિકો સાથે સંબંધના આરોપની સીઆઈડી દ્વારા તપાસ કરાશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુપ ડાંગે પ્રકરણની તપાસ સીઆઈડીને ટ્રાન્સફર કરાઈ

પોલીસ ઈન્સ્પેક્ટર અનુપ ડાંગેએ પરમવીર સિંહ પર મુંબઈના પબમાલિકો સાથે સંબંધ અને અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો આરોપ કર્યો હતો. આ પ્રકરણની તપાસ હવે સીઆઈડી પાસે ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફાસ્ટટ્રેક તપાસ થવા માટે આ ગુનો સીઆઈડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ પ્રકરણની તપાસ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવતી હતી. જોકે આખું વર્ષ આ પ્રકરણની તપાસ ચાલુ હોવા છતાં હજી કોઈ નક્કર પરિણામ ન આવવાથી અનુપ ડાંગે પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી થઈ હતી. પણ હવે સીઆઈડીને ટ્રાન્સફર કરવામાં આવી છે.

ગયા વર્ષે પોલીસ ઈન્સ્પેક્ટર અનુપ ડાંગેએ ગૃહવિભાગના અપર મુખ્ય સચિવને લખેલા પત્રમાં પરમવીર સિંહના પબમાલિકો સાથેના સંબંધની તપાસ કરવાની માગણીએ કરી હતી. એ સમયે વોટ્સએપ ગ્રુપ પર વરિષ્ઠ અધિકારીઓના વિરુદ્ધ મેસેજ મોકલવા પ્રકરણે ગાવદેવી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અનુપ ડાંગે પર સસપેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. એ સમયે ડાંગેની બદલી ગાવદેવી પોલીસ સ્ટેશનથી દક્ષિણ પ્રાદેશિક પરિમંડળ વિભાગમાં કરવામાં આવી હતી. 23 નવેમ્બર 2019ના ગાવદેવી ખાતે ડર્ટી બન્સ પબ અને રાતે મોડે સુધી ચાલુ હોવાથી ગાવદેવી પોલીસ ત્યાં પહોંચી હતી.

એ સમયે પોલીસ અધિકારી સંતોષ પવારની મારપીટ કરવામાં આવી હતી. આ પ્રકરણે જીતુ નવલાનીને આરોપી કરવામાં આવ્યો હતો. એ પછી પરમવીર સિંહ મુંબઈ પોલીસ કમિશનર બન્યા પછી આ પ્રકરણે ડાંગેની ટ્રાન્સફર કરી હતી. એ સમયે ડાંગેએ અતિરિક્ત મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. એમાં ડર્ટી બન્સ પબના માલિક જીતુ નવલાનીના પરમવીર સિંહ સાથે સારા સંબંધ હોવાનું જણાવતા દબાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો એવો આરોપ કર્યો હતો.

આ ઘટના પછી એન્ટિ કરપ્શન બ્યુરોના પોલીસ મહાસંચાલક પરમવીર સિંહનો આ પ્રકરણે કોઈ પણ સંબંધ ન હોવા છતાં તેમને એસીબી કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા. તત્કાલીન પોલીસ કમિશનર સંજય બર્વેએ ત્યાં જવાની પરવાનગી આપી નહોતી. એ પછી ફેબ્રુઆરી 2020માં પરમવીર સિંહ મુંબઈ પોલીસ કમિશનર બન્યા બાદ જીતુ નવલાનીના જણાવવાથી ડાંગેની આ નિયંત્રણ કક્ષમાં ટ્રાન્શપર કરવામાં આવ્યાનો આરોપ પત્રમાં કર્યો હતો.

તેમ જ સિંહનો અંડરવર્લ્ડ સાથે સંબંધ બાબતની તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. 2 ફેબ્રુઆરી 2021માં કરવામાં આવેલી આ ફરિયાદને એક વર્ષ થવા આવ્યું છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી. એ બાબતે નારાજગી ડાંગેએ વ્યક્ત કરી હતી. તેથી હવે આ પ્રકરણની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...