તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:પરમવીર સિંહ પર હવે બુકી પાસે 3.45 કરોડ વસૂલ્યાનો આરોપ

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય મંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપીને પણ પત્ર લખીને ફરિયાદ

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે 100 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો આરોપ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કર્યા બાદ ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે પરમવીર પર ક્રિકેટ બુકી સોનુ જાલને નાણાં વસૂલીનો આરોપ કર્યો છે.

પરમવીરે વર્ષ 2018માં મારી પર મકોકા લગાવ્યો હતો અને મારી પાસેથી 3 કરોડ 45 લાખ રૂપિયા વસૂલ્યા હતા. ઉપરાંત પોલીસ અધિકારીઓ પ્રદીપ શર્મા અને કોથમિરે સામે પણ ક્રિકેટ બુકી સોનુ જાલને આક્ષેપો કર્યા છે.જાલને રાજ્યના ડીજીપી સંજય પાંડે, ગૃહમંત્રી દિલીપ વળસે- પાટીલ અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર દ્વારા ફરિયાદ કરી છે. જાણવા મળ્યું છે કે પાંડેએ તાત્કાલિક આ મામલો રાજ્ય ક્રાઇમ બ્રાંચને તપાસ માટે સોંપ્યો છે. આથી હવે પરમવીરની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, પરમવીરે રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કરોડો રૂપિયા વસૂલવાનું ટાર્ગેટ આપ્યાનો સનસનીખેજ દાવો કર્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટ અને હાલમાં મુંબઈ હાઇ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલામાં રાજ્યમાં સત્તા ચલાવતી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (એમવીએ) સરકારના અનેક મંત્રીઓનાં નામ પણ ઊછળ્યાં હતાં. પરમવીર પર રાજ્યના અમુક પોલીસ તરફથી ચોંકાવનારા આક્ષેપ બાદ પરમવીર સામે થાણેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે અને હવે વધુ એક પછી એક આક્ષેપો થતાં પોલીસ વર્તુળમાં ચર્ચાનો વિષય છે.

કેતન તન્નાનો પણ વસૂલીનો આરોપ
દરમિયાન કેતન તન્નાએ પણ પરમવીરે તેની પાસેથી ખંડણી વસૂલી કર્યાનો આરોપ લગાવ્યો છે. પરમવીરે મારી પાસેથી 1 કરોડ 25 લાખ રૂપિયા લીધા હતા. આ અંગે પરમવીર વિરુદ્ધ કેસ નોંધવો જોઇએ. તેમની પૂછપરછ થવી જોઈએ. કેતન તન્નાએ માગણી કરી હતી કે, જો આ કેસમાં અમને દોષી ઠરાવવામાં આવે તો અમારી સામે કાર્યવાહી કરો, પરંતુ અમને ન્યાય આપો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો