વસૂલ રેકેટ શરૂ કર્યુ:પરમવીર સિંહે વાઝેને દરરોજ રૂ.2 કરોડનો ટાર્ગેટ આપ્યો હતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 2020માં વાઝે ફરીથી પોલીસમાં જોડાયો ત્યારથી સિંહે વસૂલ રેકેટ શરૂ કર્યુ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને આઈપીએસ અધિકારી પરમવીર સિંહે સસપેન્ડ કરવામાં આવેલા વિવાદસ્પદ પોલીસ અધિકારી સચિન વાઝેને દરરોજ 2 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો એવી માહિતી મુંબઈ પોલીસની ગુના શાખાએ સ્પેશિયલ કોર્ટમાં આપી હતી. સોમવારે સચિન વાઝેને સ્પેશિયલ કોર્ટે 6 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી સંભળાવી હતી. મુંબઈ પોલીસની ગુના શાખાએ તળોજા જેલમાંથી વાઝેનો તાબો લીધો છે. હોટેલ વ્યવસાયિક બિમલ અગ્રવાલે ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં સચિન વાઝે વિરુદ્ધ 9 લાખ રૂપિયાની ખંડણી માગ્યાની ફરિયાદ દાખલ કરી હતી.

એના આધારે વાઝે પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી આ પ્રકરણ ગુના શાખાને સોંપવામાં આવ્યું હતું. આ ગુનામાં સચિન વાઝે, પરમવીર સિંહ, સુમિત સિંહ ઉર્ફે ચિંટુ, અલ્પેશ પટેલ, વિનય સિંહ ઉર્ફે બબલુ અને રિયાઝ ભાટી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2020થી માર્ચ 2021 સુધીના સમયગાળામાં આ તમામ આરોપીઓએ પોતાની પાસેથી 9 લાખ રૂપિયા વસૂલ કર્યાનો આરોપ અગ્રવાલે કર્યો છે. વિશેષ સરકારી વકીલ શેખર જગતાપે કોર્ટમાં જણાવ્યું કે હોટેલ વ્યવસાયિક બિમલ અગ્રવાલની ફરિયાદ પછી વાઝે વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી.

2020માં સચિન વાઝે ફરીથી પોલીસની સેવામાં જોડાયો ત્યારથી પરમવીર સિંહે વસૂલીના રેકેટની શરૂઆત કરી હતી. પરમવીર સિંહે સચિન વાઝેને 9 જૂન 2020ના મુંબઈ પોલીસમાં રજૂ કર્યો. એ પછી બીજા દિવસે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટની જવાબદારી આપી. વાઝેએ એ પછી શહેરના વેપારીઓ, હોટેલવાળા અને અન્ય ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલી કરવાની શરૂઆત કરી હતી. સચિન વાઝે અને બિમલ અગ્રવાલ વચ્ચે ફોન પર થયેલી વાતચીત પર સ્પેશિયલ સરકારી વકીલ શેખર જગતાપે કોર્ટનું ધ્યાન ખેંચ્યું હતું.

17 વર્ષ મુંબઈ પોલીસમાંથી સસપેન્ડેડ રહેલો વાઝે જબરદસ્તી વસૂલી કરતો હતો. હવે તપાસમાંથી બચવા માટે સચિન વાઝે પોતે બીમાર છે એમ જણાવી રહ્યો છે. જે વ્યક્તિ રૂપિયા ન આપે એને સચિન વાઝે ગુનો દાખલ કરીશ એવી ધમકી આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...