તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:એટ્રોસિટી કેસમાં પરમવીર 22 જૂન સુધી ધરપકડ મુક્ત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર સરકારની મુંબઈ હાઈકોર્ટને ખાતરી

એસસી / એસટી (એટ્રોસિટી નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં 22 જૂન સુધી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની ધરપકડ નહીં કરે એવી ખાતરી મહારાષ્ટ્ર સરકાર વતી સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દરાયુસ ખંભાતાએ કોર્ટને માહિતી આપી હતી કે તેમના અગાઉના નિવેદન મુજબ હવે આ મામલો વરિષ્ઠ પોલીસ અધિકારી પરમવીરને ધરપકડ સામે આપવામાં આવેલું રક્ષણ 22 જૂન સુધી લંબાવાશે. ખંભાતાની વિનંતી પર જસ્ટિસ પી. બી. વરાલે અને જસ્ટિસ એસ. પી. તાવડેએ આ મામલો 22 જૂન પર મુલતવી રાખ્યો હતો.એસસી- એસટી (એટ્રોસિટી નિવારણ) અધિનિયમ હેઠળ થાણે પોલીસે દાખલ કરેલી એફઆઈઆરને રદ કરવાની પરમવીરની માગણી કરતી અરજીની સોમવારે ફરીથી સુનાવણી થઈ હતી. આ સિવાય પરમવીરે રાજ્ય સરકાર દ્વારા તેમની સામે શરૂ કરાયેલી પ્રાથમિક તપાસને પણ પડકાર ફેંક્યો છે.

અકોલા પોલીસ સ્ટેશનના પીઆઈ બી. આર. ઘાડગેની ફરિયાદના આધારે આ વર્ષે એપ્રિલમાં એસસી- એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ઘાડગેએ આરોપ લગાવ્યો હતો કે તેમણે ફોજદારી કેસમાં કેટલાક આરોપીઓને ફાયદો પહોંચાડવાના પરમવીરના ગેરકાયદેસર આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના પગલે પરમવીર અને અન્ય લોકોએ તેમની સામે કેટલાક કેસ દાખલ કરાવ્યા હતા.બીજી અરજીમાં સિંહે ભ્રષ્ટાચાર અને ગેરવર્તનના આરોપસર તેમની સામે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી બે તપાસોને પણ પડકારી છે.

અન્ય સમાચારો પણ છે...