તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપ્રીમ કોર્ટમાં અરજી:ઈડીને પ્રતિસાદ આપવા પરમવીરે સમય માગ્યો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીમાર હોવાનું અને સર્જરી કરાવ્યાનું કારણ આપ્યું

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને પ્રતિસાદ આપવા માટે પરમવીર સિંહે મંગળવારે સમય માગ્યો હતો. પોતે બીમાર છે અને સર્જરી કરાવી હોવાથી હાલમાં હાજર નહીં રહી શકે એવું કારણ તેમણે આપ્યું છે.નોંધનીય છે કે ઈડીએ રવિવારે નવી મુંબઈની તલોજા જેલમાં બરતરફ એપીઆઈ સચિન વાઝેની છ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પછી પરમવીરને સોમવારે હાજર થવા માટે સમન્સ બજાવવામાં આવ્યા હતા. પરમવીરે ઈડીને જણાવ્યું છે કે છેલ્લા થોડા દિવસથી તેમની તબિયત નાદુરસ્ત છે અને સર્જરી કરાવવી પડી છે.

આથી આ કેસમાં નિવેદન નોંધાવવા આવવા માટે વધુ સમય માગ્યો છે.અગાઉ આ વર્ષે પરમવીરે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને મહારાટ્રના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે વાઝે અને અન્ય અધિકારીઓને બારવાળાઓ પાસેથી પ્રત્યેકી રૂ. 3 લાખ લેખે મહિને રૂ. 100 કરોડ વસૂલ કરી લાવવા માટે જણાવ્યું હતું. દેશમુખે બધા આરોપ નકારી કાઢ્યા હતા, પરંતુ આ આરોપ પછી દેશમુખને એપ્રિલમાં રાજીનામું આપી દેવું પડ્યું હતું.

દરમિયાન વાઝેએ પણ ઈડીને અગાઉ જણાવ્યું હતું કે દેશમુખના સત્તાવાર નિવાસસ્થાને મિટિંગમાં શહેરના બારવાળાઓ પાસેથી હપ્તો જમા કરવા કહ્યું હતું. આ પ્રકરણમાં ઈડીએ દેશમુખના બે અંગત સહાયકોની ધરપકડ કરી છે. આ પછી દેશમુખને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે દેશમુખે શરૂઆતમાં ઉંમર અને કોરોનાનું કારણ આપીને ઓડિયો અથવા વિડિયો માધ્યમ થકી નિવેદન નોંધાવવાની તૈયારી બતાવી હતી. જોકે ઈડીએ આવું કરવાનો ઈનકાર કર્યો હતો. આથી દેશમુખે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...