એકીકૃત વ્યવસાયિક પ્લેટફોર્મ:પેપર, પલ્પ અને સંલગ્ન ક્ષેત્રોનો એક્સપો પેપરેક્સ 10-13 મેએ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ પછી દુનિયામાં નવા વ્યવસાયિક સ્થિતિસંજોગોમાં ભારતના પેપર ઉદ્યોગની ટેકનોલોજીને સ્પર્ધાત્મક બનાવીને આ ઉદ્યોગને વેગ આપવા પેપર, પલ્પ, પેપરબોર્ડ, પેકેજિંગ, પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ ઉદ્યોગ પર વિશ્વનો સૌથી મોટો ટ્રેડ શો પેપરેક્સ 2022નું આયોજન દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્ષ્પો સેન્ટરમાં 10થી 13 મે, 2022 સુધી થયું છે.

આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન ભારત સરકારના આદરણીય નાણામંત્રી (રાજ્ય કક્ષાના) ડો. ભગવતી કિશનરાવ કરાડ કરશે. આ પ્રસંગે પેપર ઉદ્યોગમાંથી અગ્રણી દિગ્ગજો ઉપસ્થિત રહેશે.હાય્ય ગ્રૂપ પીએલસી (અગાઉ બ્રિટનની આઈટીઈ પીએલસી)ની કંપની હાય્વ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત પેપરેક્સ નવી વ્યવસાયિક તકો, સંયુક્ત સાહસો, રોકાણો અને ટેકનોલોજી હસ્તાંતરણ માટે પેપર ઉદ્યોગ માટે “એકીકૃત વ્યવસાયિક પ્લેટફોર્મ” છે.

આ એકમાત્ર વિસ્તૃત વ્યવસાયિક પ્લેટફોર્મ છે, જે પેપર ઉદ્યોગને સેવા આપે છે અને વર્ષોથી પેપર અને સંલગ્ન ઉદ્યોગો સાથે સંબંધિત ઉત્પાદનો અને સેવાઓના સંપૂર્ણ પાસાઓ દર્શાવવા માટે આદર્શ આંતરરાષ્ટ્રીય મંચ છે. પેપરેક્સ 2022માં પેપર અને બોર્ડ ઉત્પાદન માટે વિવિધ પ્રકારના પેપર, અદ્યતન ટેકનોલોજીકલ પ્રગતિ, મશીનરી અને કાચો માલ દર્શાવવા 18 દેશોમાંથી 600 પ્રદર્શકો સામેલ થશે, જેમાં આંતરરાષ્ટ્રીય પેપર ઉત્પાદકોમાંથી કેટલાંક મોટાં નામો સામેલ થશે.

આ એક્સની પેપર અને બોર્ડ ઉત્પાદકો, પેપરના વેપારીઓ, પ્રિન્ટર્સ, પબ્લિશર્સ, કન્વર્ટર અને પેપર પેકેજિંગ કંપનીઓ, કોરુગેટેડ બોક્ષ અને સંબંધિત પેકેજિંગના ડિઝાઇનરો, રોકાણકારો અને પ્રમોટર્સએ અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...