તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નાયગાવમાં ઈમારત નજીક જમીન ધસી પડતા નાગરિકોમાં ગભરાટ

મુંબઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેદરકારીથી આ ઘટના બની હોવાનો સ્થાનિકોનો આરોપ

વસઈના નાયગાવ પૂર્વના ટીવરી રસ્તા નજીક નવી બંધાતી બિલ્ડિંગ સનટેક નજીક જમીન ધસી પડી હતી. શનિવારે રાત્રે અઢીથી ત્રણના સુમારે આ ઘટના બની હતી. અચાનક થયેલા આ ભૂસ્ખલનના કારણે આજુબાજુના પરિસરમાં રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે.

નાયગાવ પૂર્વમાં ટીવરી રસ્તા નજીક સનટેક પરિસર છે. આ ભાગમાં મોટા પ્રમાણમાં ગગનચુંબી ઈમારતો બાંધવાનું કામ ચાલુ છે. એમાંથી કેટલીક ઈમારતો બંધાઈ ગઈ છે અને એમાં થોડા ઘરોમાં નાગરિકો રહેવા આવ્યા છે. દરમિયાન શનિવારે મધરાતે 22 માળાની ઈમારત નજીક જમીનનો ભાગ ધસી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ નાગરિકો ઈમારતમાંથી તરત નીચે ઉતરી આવ્યા હતા. અગ્નિશમન દળને માહિતી આપવામાં આવતા જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં કોઈ જીવહાની થઈ નથી. લગભગ 30 થી 40 ફૂટ જેટલો જમીનનો ભાગ ધસી પડ્યો છે. ડેવલપરની બેદરકારીથી આ ઘટના બની હોવાનો આરોપ સ્થાનિક નાગરિકોએ કર્યો હતો. મોટી ઈમારતો બાંધવામાં આવે છે ત્યારે મોટા એન્જિનિયરો એની રૂપરેખા તૈયાર કરે છે. છતાં આવી ઘટનાઓ બનતી હોવાથી નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો