આયોજન:મુંબઈમાં 18-23 એપ્રિલ સુધી પાલિકાની વૃક્ષ સંજીવની ઝુંબેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાડ આસપાસમાં કોન્ક્રીટ, જાહેરાત ફલક, ખીલા, કેબલ્સ કાઢવાનું શરૂ

પર્યાવરણની સાંકળમાં મહત્ત્વપૂર્ણ ઘટક વૃક્ષોનું સંરક્ષણ, જતન, સંવર્ધન કરવા માટે મહાપાલિકાના ઉદ્યાન વિભાગના માધ્યમથી અલગ અલગ ઉપક્રમ અમલ કરવામાં આવશે. તેના ભાગરૂપે મુંબઈમાં 18-23 એપ્રિલ દરમિયાન વૃક્ષ સંજીવની ઝુંબેશનો અમલ કરવામાં આવશે. આ ઝુંબેશમાં પર્યાવરણ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા, સામાજિક સંસ્થાઓ, શાળા- કોલેજો પણ ભાગ લેશે.

વૃક્ષ સંજીવની ઝુંબેશમાં મુખ્યત્વે મુંબઈ મહાનગરના રસ્તાઓ પર અને જાહેર સ્થળે રહેલાં ઝાડ આસપાસમાંથી કોન્ક્રીટ કાઢવું, ઝાડ પરનાં જાહેરાતનાં ફલક, ખીલા, વિદ્યુત તાર, કેબલ કાઢવા વગેરે કામો કરવામાં આવશે. પૂર્વ ઉપનગરનાં એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેના માર્ગદર્શનમાં ઉદ્યાન વિભાગ દ્વારા આ વિશેષ ઝુંબેશનો અમલ કરવામાં આવી રહ્યો છે.

આ વિશે ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હરિત લવાદના માર્ગદર્શક સૂચનો અનુસાર ઝાડ આસપાસમાં ખુલ્લી જગ્યા છોડવાનું અનિવર્ય છે. આ જ રીતે ઝાડ પર જાહેરાત ફલક, નામફલક, વિદ્યુત તાર કાઢવાનું પણ આવશ્યક છે.આથી ગાર્ડન વિભાગ અંતર્ગત કર્મચારીઓ દ્વારા 18-23 એપ્રિલ દરમિયાન આ ઝુંબેશ ચલાવવામાં આવશે. મહાપાલિકાના વિભાગ કાર્યાલય સ્તરે આસિસ્ટન્ટ એન્જિનિયર (પરિરક્ષણ) અને જુનિયર એન્જિનિયર (મેકેનિકલ અને ઈલેક્ટ્રિક)નો પણ સહભાગ હશે.

મુંબઈની સ્થાનિક સામાજિક સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રમાં કાર્યરત બિનસરકારી સંસ્થાઓ, શાળા, કોલેજને પણ વધુ પ્રમાણમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી આ ઝુંબેશની વ્યાપ્તિ વધીને સામાજિક જનજાગૃતિ થશે અને યુવા પેઢીમાં પણ પર્યાવરણ રક્ષણનો સંદેશ પહોંચશે, એમ પરદેશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...