કાર્યવાહી:રેલવે સ્ટેશનનો ફેરિયામુક્ત કરવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશનની બહાર 150 મીટર સુધીનો પરિસર ફેરિયામુક્તનું ધોરણ અમલમાં

કોરોના પ્રતિબંધો હળવા થતાં જ પશ્ચિમ અને મધ્ય રેલવેના સ્ટેશનની બહારના પરિસરમાં ફરીથી ફેરિયાઓએ ગિરદી કરી છે. સ્ટેશન પરિસરમાં પ્રવાસીઓ અને વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે પરિસરમાં ગિરદી થઈ રહી છે. આ બાબત ધ્યાનમાં રાખીને મુંબઈ મહાપાલિકાએ ફરીથી સ્ટેશન નજીકના 150 મીટર પરિસરને ફેરિયામુક્ત રાખવાના ધોરણની અમલબજાવણી શરૂ કરી છે.

છેલ્લા થોડા વર્ષોથી મુંબઈમાં પશ્ચિમ અને મધ્ય રેલવેના સ્ટેશન પરિસરમાં ફેરિયાઓએ ધામા નાખ્યા હતા. રેલવે સ્ટેશનમાં આવતા જતા પ્રવાસીઓ માટે આ પરિસરમાં ચાલવું પણ મુશ્કેલ થયું હતું. તેમ જ ગિરદીમાં દોડતા વાહનોના કારણે પ્રવાસીઓ અને રાહદારીઓના નાનામોટા અકસ્માત થતા હતા. આ બાબત ધ્યાનમાં રાખીને મહાપાલિકાએ રેલવે સ્ટેશન નજીકનો પરિસર ફેરિયામુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. મહાપાલિકાએ સ્ટેશન નજીક 150 મીટર એરિયાને ફેરિયામુક્ત કરવા બાબતે ધોરણ તૈયાર કરીને અમલબજાવણી શરૂ કરી હતી.

પણ કોરોના સંક્રમણના સમયમાં અને એ પછી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હોવાથી પરિસર ફેરિયામુક્ત થયા હતા. હવે કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં છે ત્યારે પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. ફરીથી રેલવે સ્ટેશન નજીક 150 મીટર પરિસરને ફેરિયામુક્ત કરવાના ધોરણની અમલબજાવણી કરવાનો નિર્ણય મહાપાલિકાના અતિક્રમણ નિર્મૂલન વિભાગે લીધો છે. મહાપાલિકાના 24 વોર્ડ કાર્યાલયનીહદમાં રેલવે સ્ટેશન નજીકના 150 મીટર ક્ષેત્રમાં નિયંત્રણ રેખા દોરવાની તેમ જ ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા વાહન તૈનાત કરવાની સૂચના સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...