ભાસ્કર વિશેષ:જાયકવાડીમાં સાઈબિરિયાના પેસિફિક ગોલ્ડન પ્લોવર, આ પક્ષી ત્રણચાર દિવસમાં 3 હજાર માઈલ સુધી થોભ્યા વિના સતત ઉડે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર સાઈબિરિયા, અલાસ્કા જેવા દેશમાં મુખ્યત્વે જોવા મળતા પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષી જાયકવાડી પરિસરમાં પહેલી વખત જોવા મળ્યા હતા. નિરીક્ષણ માટે વન વિભાગના અધિકારીઓ અને પક્ષી અભ્યાસુઓ જાયકવાડી પહોંચ્યા હતા. એ સમયે પરિસરમાં નાનકડી તળાવડીમાં 10 થી 12 આ પક્ષી જોવા મળ્યા હતા. આ પક્ષીઓ જાયકવાડીમાં પહેલી વખત જ જોવા મળ્યા હોવાનો દાવો પક્ષી અભ્યાસુઓએ કર્યો છે. જાયકવાડીમાં પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષી પ્રજનન સમયની બદલાયેલ રંગની અવસ્થામાં જોવા મળ્યા હતા. શિકારી પક્ષીઓ, પ્રાણીઓથી બચવા તેમને રંગ બદલાવાનો કુદરતી ગુણ કામ આવે છે.

પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષી મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા ભાગમાં, પુણેમાં દર વર્ષે ઉત્તર સાઈબિરિયા, અલાસ્કાથી નવેમ્બર અને ડિસેમ્બરમાં સ્થાળાંતર કરીને પહોંચે છે. એપ્રિલ સુધી આ પક્ષીઓ અહીં રહે છે અને પછી પ્રજનન માટે સાઈબિરિયા પાછા ફરે છે. એ પછી ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ફરીથી સ્થળાંતર કરે છે. એશિયા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક બેટ પર દક્ષિણમાં જાય છે. પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષી ઉત્તર તરફ સ્થળાંતર થવાની થોડા દિવસ પહેલાં ભેગા થાય છે અને 3 હજાર ફૂટ (લગભગ 1 કિલોમીટર)થી 16 હજાર ફૂટ (4.88 કિલોમીટર) ઉંચાઈએ ઉડે છે.

આ પક્ષીઓ ત્રણથી ચાર દિવસમાં 3 હજાર માઈલ (4 હજાર 800 કિલોમીટર) થોભ્યા વિના ઉડે છે એવી નોંધ છે. જાયકવાડીમાં 10 થી 12 પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષી જોવા મળ્યા જેમાં નર અને માદા બંનેનો સમાવેશ છે. પૂર્ણપણે મોટું થયેલ પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષી લગભગ 25 સેન્ટિમીટર લાંબો હોય છે અને એની પાંખની સરેરાશ લંબાઈ 61 સેમી હોય છે. સૌથી હલકા અને ચરબી વિનાના પક્ષીનું વજન લગભગ 135 ગ્રામ હોય છે. માર્ચમાં આ પક્ષીનું વજન વધવા માંડે છે. પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષીના બચ્ચાઓને માથા પર અને પીઠ પર સફેદ-પીળા ટપકા હોય છે એવી માહિતી પક્ષી અભ્યાસુએ આપી હતી.

શિકાર થતા બચવા રંગ બદલી શકે છે
પેસિફિક ગોલ્ડન પ્લોવર પક્ષીનો અત્યારે પ્રજનન કાળ ચાલુ છે. આ દરમિયાન તેમની અવસ્થા રંગ બદલાયેલી હોય છે. શિકારી પક્ષીઓ, પ્રાણીઓથી બચવા રંગ બદલવાની કુદરતી ભેટ તેમને ઘણી કામ આવે છે.

અન્ય સમાચારો પણ છે...