આદેશ:30 કરતા વધુ બેડવાળી હોસ્પિટલમાં ઓક્સિજન સીલિન્ડર ફરજિયાત થયું

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક હોસ્પિટલને ઓક્સિજનના ઉપયોગનો હિસાબ રાખવાનો આદેશ

કોરોનાની બીજી લહેરમાં ઊભી થયેલી ઓક્સિજનની અછત ધ્યાનમાં રાખતા ત્રીજી લહેરમાં પણ આવી જ પરિસ્થિતિ ન ઉદભવે એ માટે ઓક્સજિન બેડની સુવિધાવાળી 30 કરતા વધુ બેડ હશે તો આવી હોસ્પિટલો માટે લીકવીડ ઓક્સિજન સીલીંડર રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 30 કિલોલીટર લીકવીડ ઓક્સિજનની ટાંકીઓ તૈયાર કરવામાં આવે એવો આદેશ આરોગ્ય વિભાગે જિલ્લાઓને આપ્યો છે.

કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સિવાયની બીજી આરોગ્ય સેવાઓ પર અસર ન થાય એ માટે બેડ, ઓક્સિજન, રેસ્પિરેટરનું નિયોજન કરવું. કેન્દ્રિય આરોગ્ય વિભાગના માર્ગદર્શક ધોરણ અનુસાર રાજ્યએ જિલ્લા મુજબ જરૂરી બેડની ક્ષમતા નિશ્ચિત કરી છે. એમાંથી 40 ટકા બેડ 15 જાન્યુઆરી સુધી તૈયાર રાખવા, 40 ટકા બેડમાંથી અડધા બેડ ભરાઈ જાય ત્યારે બાકીના 30 ટકા બેડ બેડ કાર્યાન્વિત કરવા. નિર્ધારિત કરેલ 70 ટકા બેડમાંથી પોણા ભાગના બેડ ભરાઈ જાય ત્યારે બાકીના 30 ટકા બેડ કાર્યાન્વિત કરવા એટલે કે તમામ 100 ટકા બેડ કાર્યાન્વિત કરવા પડશે.

ઓમિક્રોનનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો હોવાથી 50 ટકા બેડ ભરાયા બાદ ત્રણ દિવસમાં જ બેડની જરૂરિયાત ઝડપથી વર્તાઈ શકે છે. 60 ટકા દર્દીઓ લક્ષણો વિનાના અથવા સૌમ્ય લક્ષણ ધરાવે છે. આવા દર્દીઓને સ્કૂલ, સભાગૃહ કે સીસીસીમાં દાખલ કરવા. હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. રેસ્પિટરેટર સિવાય આઈસીયુમાં બેડ વધારવામાં આવે એમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. 30 કરતા વધારે બેડવાળી કોરોના હોસ્પિટલમાં ઓછામાં ઓછા 10 કિલોલીટર ઓક્સિજન સ્ટોક કરી શકાય એવી ટાંકીઓ લગાડવી ફરજિયાત છે.

આ ટાંકીઓમાં ત્રણ દિવસ માટે જરૂરી ઓક્સિજનનો સ્ટોક કરી રાખવો. બધી ટાંકીઓ પૂરી ભરીને 15 જાન્યુઆરી સુધી કાર્યાન્વિત કરવી, માર્ગદર્શક નિયમાવલી અનુસાર દરેક હોસ્પિટલે ઓક્સિજનના ઉપયોગનો હિસાબ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સગાસંબંધીઓના પ્રવેશ પર બંધી
કોરોના હોસ્પિટલમાં સગાસંબંધીઓને પ્રવેશ આપવો નહીં. સગાસંબંધીઓને દર્દીની તબિયત વિશે દર છથી આઠ કલાકે માહિતી આપવાની સુવિધા જિલ્લાઓએ ઊભી કરવી એવો આદેશ આરોગ્ય વિભાગે આપ્યો છે.

આરોગ્ય કર્મચારીઓ માટે નિયમાવલી
ઓમિક્રોન ઝડપથી ફેલાતો હોવાથી આરોગ્ય કર્મચારીઓ પણ મોટા પ્રમાણમાં બાધિત થાય એવી શક્યતા છે. આવી સ્થિતિમાં મનુષ્યબળ ઓછું ન પડે એ માટેની નિયમાવલી આરોગ્ય વિભાગે જાહેર કરી છે. લક્ષણો વિનાના કર્મચારીઓએ સાત દિવસમાં ફરીથી કામ પર હાજર થવું.

મનુષ્યબળની કમી વર્તાય તો આ સમયગાળો પાંચ દિવસ સુધી ઓછો કરવાનો અધિકાર જિલ્લાઓને આપવામાં આવ્યો છે. લક્ષણો વિનાના કર્મચારીઓનું રસીકરણ ન થયું હોય તો સાત દિવસમાં ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવી. આ સમયે કોરોનામુક્ત ન હોય તો વધુ ત્રણ દિવસ ક્વોરન્ટાઈન રહીને ફરીથી ટેસ્ટ કરાવવી અને કામ પર હાજર થવું એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...