કોરોના સામે જંગ:કોરાના વાઇરસ સાથે લડવા માટે હવે ઓક્સિજન આર્મી તૈયાર કરાઈ, મહાપાલિકાના કે-પૂર્વ વોર્ડે ઓક્સિજનનો પુરવઠો કરતા ૧૫ મશીન તૈયાર

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓક્સિજનનું સ્તર ઓછું થવાને કારણે અસ્વસ્થ થયેલા કોરોનાના દર્દીઓ માટે મહાપાલિકાના કે-પૂર્વ વોર્ડે ઓક્સિજનનો પુરવઠો કરતા ૧૫ મશીન તૈયાર રાખ્યા છે. ટુવ્હીલર પરથી ઘરે લઈ જઈ શકાય એવી મશીનોને લીધે દર્દીઓને ખૂબ રાહત મળશે.
એરપોર્ટ અને હોસ્પિટલમાં કામ કરતો મોટા ભાગના શ્રમિકો આ જ ભાગમાં રહે છે
વિલેપાર્લે, અંધેરી, જોગેશ્વરી પૂર્વ જવા ભાગના સમાવેશવાળા કે-પૂર્વ વોર્ડ કાર્યાલયની હદમાં શરૂઆતના સમયમાં ઝાઝા દર્દીઓ નહોતા. જોકે ૭૦ ટકા ઝૂપડપટ્ટીવાળો આ ભાગ છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં સંક્રમિત થઈ રહ્યો છે. અહીં દર્દીઓની સંખ્યા ૧૩૫૦ થઈ છે. એરપોર્ટ અને હોસ્પિટલમાં કામ કરતો મોટા ભાગના શ્રમિકો આ જ ભાગમાં રહે છે. મુંબઈમાં અનેક વખત એમ્બ્યુલન્સ મળતી નથી. કયારેક બેડ ઉપલબ્ધ હોતા નથી. તેથી કોરોનાગ્રસ્ત દર્દીની તબિયત ઘરે જ વધુ ખરાબ થઈ જવાની ઘટનાઓ બને છે. આવા દર્દીઓને પ્રાથમિક સારવાર તરીકે ઓક્સિજનનો પુરવઠો કરતા મશીન કે-પૂર્વ વોર્ડે તૈયાર રાખ્યા છે. કોઈ દર્દી સંક્રમિત થાય એટલે લગભગ તેઓ સૌ પ્રથમ નગરસેવક પાસે મદદ માગે છે. તેથી કે-પૂર્વ વોર્ડના ૧૫ નગરસેવકોને આ મશીન આપવામાં આવ્યા છે.
ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશરવાળા દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર ઓછું થાય એટલે તેમની તબિયત ગંભીર થાય છે
એમ્બ્યુલન્સ અને બેડ ઉપલબ્ધ થાય ત્યાં સુધી દર્દીઓ ગભરાઈ જતા તેમની તબિયત વધુ બગડે છે તેમ જ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઓછું થાય છે. આવા દર્દીઓને આ મશીનને લીધે મદદ મળશે એવી અપેક્ષા મહાપાલિકા અધિકારીઓએ વ્યક્ત કરી હતી. મહાપાલિકાના વોર્ડ કાર્યાલયમાં પણ ૨ મશીન રાખવામાં આવ્યા છે. કોઈ દર્દીને જરૂર પડે તો આરોગ્ય કર્મચારી સાથે ટુવ્હીલર પરથી આ મશીન એના ઘરે મોકલીને એને ઓક્સિજનની સારવાર આપી શકાય. તેથી દર્દીનો મહત્ત્વનો સમય બચાવી શકાશે એમ તેમણે જણાવ્યું હતું. ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશરવાળા દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર ઓછું થાય એટલે તેમની તબિયત ગંભીર થાય છે. આવા સમયે આ મશીનનો ઉપયોગ થશે. આ મશીનથી અત્યાર સુધી અમે એક દર્દીને મદદ કરી છે. કોઈ દર્દીની તબિયત ઘરે જ બગડે ત્યારે એના ઘરે આ મશીન મોકલવામાં આવે છે. જોકે જેની સાથે મશીન મોકલવામાં આવે છે એને તકેદારીની સૂચના અને પીપીઈ કીટ આપીને મોકલીએ છીએ એવી માહિતી વિભાગના નગરસેવક અભિજીત સામંતે આપી હતી. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળવાથી કોરોનાગ્રસ્ત દર્દીની તબિયત બગડે છે એમ જણાયું છે. એને સમયસર ઓક્સિજનનો પુરવઠો કરવામાં આવે તો એનો જીવ બચી શકે છે. તેથી આ મશીન અમે વાપરી રહ્યા છીએ એમ કે-પૂર્વ વોર્ડના સહાયક આયુક્ત પ્રશાંત સપકાળેએ જણાવ્યું હતું. 
મશીનની કામગીરી
સહેલાઈથી ઉંચકી શકાય એવું વીજળીથી ચાલતું આ મશીન છે. એ હવામાંથી ઓક્સિજનનો પુરવઠો કરે છે. હવામાંનો નાઈટ્રોજન અથવા અન્ય ઝેરી વાયુ કાઢીને ફક્ત ઓક્સિજનનો પુરવઠો કરે છે. આ મશીનને એક રબરની નળી જોડીને એ દર્દીના નાકમાં લગાડવામાં આવે છે. દરેક દર્દી માટે રબરની નવી નળી પૂરી પડાય છે.

અન્ય સમાચારો પણ છે...