તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:પોલીસની સતર્કતાથી ઓક્સિ. પરના 20 દર્દીના જીવ બચ્યા

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન અડધો-પોણો કલાક જ ચાલશે એવી માહિતી મળતા પોલીસ સક્રિય બની

પુણેની એક હોસ્પિટલમાં ઓક્સિજન પૂરું થવાનું છે એવી માહિતી મળતાં જ કોથરૂડ પોલીસે સમયસર પગલાં લેતાં નાશિક જેવી દુર્ઘટના ટળી હતી. કોથરૂડ વિસ્તારની એક હોસ્પિટલમાં અડધો- પોણો કલાક ચાલે તેટલું જ ઓક્સિજન હોવાની માહિતી મળી હતી.આ હોસ્પિટલમાં 20 દર્દી ઓક્સિજન પર ઉપચાર લેતા હતા. આ મુજબ માહિતી મળતાં જ કોથરૂડ પોલીસે નજીકની હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિંડર ઉપલબ્ધ કર્યાં હતાં. ઉપરાંત શિવાજીનગર વિસ્તારમાંથી વાહનોને એસ્કોર્ટ કરીને ડ્યુરા સિલિંડર લાવીને ગોઠવ્યાં હતાં. પોલીસની તત્પરતાને લીધે ઓક્સિજન પર ઉપચાર લેતા 20 દર્દીના જીવ બચ્યા હતા.

આથી પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ કોથરૂડ પોલીસની શાબાશી આપી હતી. કોથરૂડમાં શનિવારે સવારે આ ઘટના બની હતી. રાબેતા મુજબ પોલીસ હોસ્પિટલોમાંથી ઓક્સિજન બાબતની માહિતી લેતી હતી. તે સમયે કૃષ્ણા હોસ્પિટલના વ્યવસ્થાપકોએ ઓક્સિજન ફક્ત 30-45 મિનિટ ચાલે તેટલું જ બાકી હોવાની અને ઓક્સિજન ક્યાંયથી મળતું નથી એવી માહિતી આપી હતી, એમ સિનિયર પીઆઈ મેઘશ્યામ ડાંગેએ જણાવ્યું હતું.તે સમયે હોસ્પિટલમાં 20 દર્દી ઓક્સિજન પર હોવાની માહિતી આપી હતી. તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે બેડ પણ ખાલી નહીં હોવાનું પ્રશાસને જણાવ્યું હતું.

ગંભીર પરિસ્થિતિ ઊભી થવાને લીધે કોથરૂડ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓએ તેમની હદની વિવિધ હોસ્પિટલોમાં મોકલીને ઓક્સિજન મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.આખરે સૂર્યપ્રભા અને સહ્યાદ્રિ હોસ્પિટલ પાસેથી અમુક ઓક્સિજનનાં સિલિંડર મળ્યાં હતાં, પરંતુ તે પણ થોડો સમય જ ચાલી શકે એમ હતાં. આથી પીઆઈ ડાંગેએ એસીપી ગજાનન ટોમ્પોને જાણ કરી હતી. આ મુજબ શિવાજીનગર વિસ્તારમાં ડ્યુરા સિલિંડર હોવાની માહિતી મળી હતી. તે અનુસાર પોલીસે મેટ્રોના ક્રેમ એસ્કોર્ટ કરીને સિલિંડર શિવાજીનગર વિસ્તારમાંથી લાવ્યા હતા. કોથરૂડ પોલીસની તત્પરતાને લીધે 20 દર્દીના જીવ બચાવવામાં સફળતા મળી હતી.

પોલીસની સતર્કતા કામ આવી
કોરોનાના સંક્રમણને લીધે અનેક દર્દીઓ ઓક્સિજન પર ઉપચાર લઈ રહ્યા છે. આથી હોસ્પિટલ પર તાણ ઊભો થઈને ઓક્સિજનની અછત વર્તાય છે. આથી પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા, એસીપી ડો. રવીંદ્ર શિસવેએ દરેક પોલીસ સ્ટેશનને તેમની હદની કોવિડ હોસ્પિટલોના સંપર્કમાં રહીને ઓક્સિજનની અછત બાબતે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેનું ધ્યાન રાખવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો