દંડની વસૂલી:વધુ સામાન લઈ જનારા વાહનના માલિકો પર કાર્યવાહીનું પ્રમાણ ઓછું

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનમાં કેટલો સામાન લઈ જવો એ RTOએ નિશ્ચિત કરી આપ્યું છે

ક્ષમતા કરતા વધુ માલનું પરિવહન કરીને અકસ્માતનું જોખમ ઊભું કરતા અને રસ્તાઓની નુકસાની માટે કારણભૂત બનતા ભારે વાહનોના ચાલકો અને માલિકો પર છેલ્લા અઢી વર્ષમાં રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં 1619 ગુનાઓ દાખલ થયા હોવાની માહિતી પરિવહન આયુક્ત કાર્યાલય તરફથી આપવામાં આવી હતી. મૂળ તો આવા વાહનોની સંખ્યા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદનું પ્રમાણ જોતા ગુનાઓ ઓછા પ્રમાણમાં દાખલ થાય છે.

દરેક વાહનમાં કેટલો માલસામાન લઈ જવો એનું પ્રમાણ આરટીઓએ નિશ્ચિત કર્યુઁ છે. માલવાહક વાહનોના નોંધણી પ્રમાણપત્ર પર આરટીઓ એની નોંધ કરે છે. જોકે માલ લઈ જનાર મોટા ભાગના લોકો આ નિયમનું છડેચોક ઉલ્લંઘન કરે છે.

ક્ષમતા કરતા વધુ માલ લઈ જવા માટે મોટર વાહન કાયદો 1988ની કલમ 113 અને 114 અનુસાર ચાલક કે માલિક વિરુદ્ધ કાર્યવાહી થાય છે. નિયમ તોડનારા વાહનમાંથી વધારાનો માલ ઉતારી લેવામાં આવે છે અને તડજોડ શુલ્ક લઈને તેને છોડી દેવામાં આવે છે. વાહનચાલક તડજોડ શુલ્ક ભરવા તૈયાર ન હોય તો પ્રકરણ કોર્ટમાં ઉકેલવામાં આવે છે. આ કાર્યવાહી થવાની સાથે જ ક્ષમતા કરતા વધુ માલ લઈ જઈને રસ્તાઓ ખરાબ કરતા ભારે વાહનના ચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ અને ગુનો દાખલ કરવાનો નિર્ણય ડિસેમ્બર 2018માં પરિવહન આયુક્ત કાર્યાલયે લીધો હતો.

113 કરોડના દંડની વસૂલી
રાજ્યમાં એપ્રિલ 2019થી ઓગસ્ટ 2021 સુધીના સમયગાળામાં 40,896 વાહનોએ નિયમોનું ઉલ્લંઘન કર્યાનું જણાયું. એમાં 23,930 ભારે વાહનો આરટીઓ તરફથી તાબામાં લેવામાં આવ્યા અને દંડ ભર્યા પછી છોડી દેવામાં આવ્યા. ક્ષમતા કરતા વધુ માલનું પરિવહન કરનારા વાહનો પર મોટો દંડ કરવામાં આવે છે. વધુમાં વધુ રૂ. 20,000 કે એનાથી વધુ દંડ પણ કરવામાં આવે છે. છેલ્લા અઢી વર્ષમાં લગભગ રૂ. 113 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...