તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઘાટકોપરમાં ડૂબેલી કારના માલિકને નવી કાર મળી, સ્લેબ તૂટતા કાર અંડરગ્રાઉન્ડ કૂવામાં 40 ફૂટ સુધી નીચે ડૂબી હતી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગયા મહિને મુંબઈના ઘાટકોપરમાં રામ નિવાસ ઈમારતના આંગણામાં રહેલા કૂવામાં એક કાર ડૂબી ગઈ હતી. એના પર પેટ્રોલ-ડીઝલના વધતી કિંમતોને કારણે કારે આત્મહત્યા કરી એવા મિમ્સ અને ટૂચકાઓનો સોશિયલ મીડિયામાં વરસાદ થયો હતો. હવે બજાજ એલિયેન્સે આ કારના માલિકને એટલે કે ડો. કિરણ દોશીને નવી કાર ભેટમાં આપી છે. ડૂબી ગયેલા કારના માલિક મુંબઈના ડો. કિરણ દોશીએ જણાવ્યું કે કાર પાણીમાં ડૂબી ગયાની ઘટના પછી બજાજ એલિયન્સના કર્મચારીઓ મારા ઘરે આવ્યા હતા.

તેમણે મારી પાસેથી થોડા ફોર્મ ભરાવ્યા હતા. એ પછી તેમણે મને કયા કાર ડીલર પાસેથી કાર લઈશ એ જણાવવાનું કહ્યું હતું. એ કાર ડીલરને કંપની તરફથી કાર આપવામાં આવી હતી. ઘાટકોપરમાં કૂવામાં 40 ફૂટ નીચે કાર ડૂબવાની ઘટનાના 12 કલાક પછી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ કૂવામાંથી લાખો લીટર પાણી ઉલેચ્યા પછી ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી. આશ્ચર્યની વાત એટલે કાર બહાર કાઢવામાં આવી ત્યારે એમાં એક બેત્રણ ફૂટ લાંબી માછલી પણ જોવા મળી હતી.

શું ઘટના બની હતી?
ઘાટકોપરના રામ નિવાસ બિલ્ડિંગ સામે નવરોજી લેન ખાતે કિરણ દોશીની કાર સ્લેબ તોડીને અંડરગ્રાઉન્ડ કૂવામાં ડૂબી ગઈ હતી. કાર કૂવાની ઉપર બાંધવામાં આવેલા સ્લેબ પર પાર્ક કરવામાં આવી હતી. સવારના લગભગ સાડા આઠ વાગ્યે સ્લેબ તૂટી પડવાથી કાર કૂવામાં 40 ફૂટ નીચે ખાબકી હતી. આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. કાર ડૂબવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ટ્વિટર પર ઘાટકોપર નામ પણ ટ્રેન્ડિંગ થઈ રહ્યું હતું. આવા ઘણાં જૂના કૂવાઓ ઘાટકોપરમાં હોવાનું સ્થાનિક નાગરિકો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...