એમઆઈએમના તેલંગાણાના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી હાલમાં મહારાષ્ટ્રની મુલાકાતે છે. ઓવૈસીએ ઔરંગાબાદના ખુલતાબાદમાં એમઆઇએમ નેતાઓએ ઔરંગઝેબની કબર પર માથું ઝુકાવ્યા બાદ નવો વિવાદ છેડાઈ ગયો છે.
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આ અંગે ટ્વિટ કરીને ઓવૈસીને ચેતવણી આપી છે. ઉપરાંત શિવસેનાના સાંસદ સંજય રાઉત અને રાષ્ટ્રવાદી ક્રોગ્રેન્સના સાંસદ અમોલ કોલ્હેએ અને મનસેના પ્રવક્તા ગજાનન કાલેએ પણ ઓવૈસીની ટીકા કરી છે.રાજકીય વર્તુળોમાંથી વિવિધ પ્રતિક્રિયાઓમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે ઔરંગઝેબની કબર સામે માથું નમાવવા બદલ અકબરુદ્દીન ઓવૈસીની ટીકા કરી છે.
તેમણે કહ્યું કે ઔરંગઝેબની કબરની મુલાકાત લેવી કોઈ વિધિ ન હોઈ શકે, ઓવૈસી ઔરંગઝેબની કબર સામે વારંવાર ઘૂંટણિયે પડીને મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઔરંગઝેબે આપણાં મંદિરો તોડી નાખ્યા, ઔરંગઝેબને મહારાષ્ટ્રની એ જ માટીમાં દફનાવવામાં આવ્યો, યાદ રાખો તમારે પણ એ જ કબરમાં જવું પડશે. જેમણે ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી હતી તેમને પણ એ જ માટીમાં દફનાવવા જોઈએ, તેથી જો મહારાષ્ટ્રને પડકારવાનો પ્રયાસ થશે તો અમે તે પડકાર સ્વીકારવા તૈયાર છીએ, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.
જોકે, એમઆઇએમના ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલ કહે છે, કે ખુલતાબાદ ગયા પછી, દરેક વ્યક્તિ ઔરંગઝેબની કબરની મુલાકાત લે છે. તેથી આ અંગે કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો કરવો ખોટું છે. ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે ઔરંગાબાદમાં તમામ સુવિધાઓ સાથેની અત્યાધુનિક શાળાની સ્થાપના કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.