તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:આપણા ઓપનર 30 ઈનિંગ્સમાં માત્ર 3 વખત 50+ રનની ભાગીદારી કરી શક્યા છે

મુંબઇ25 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
 • કૉપી લિંક
 • બીજી ટેસ્ટ આજથી ચેન્નઈમાં, મેચનું સીધું પ્રસારણ સવારે 9.30 કલાકે થશે
 • હાર ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર ફેંકી દેશે

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે એન્થોની ડિમેલો ટ્રોફીમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટમાં જોરદાર વાપસીની અપેક્ષા છે. ટીમ માટે ઓપનિંગ સૌથી મોટી સમસ્યા છે. છેલ્લી 30 ઈનિંગ્સમાં ઓપનિંગ જોડીએ માત્ર 3 વખત 50+ની ભાગીદારી કરી છે. 30 ઈનિંગ્સમાં ઓપનિંગ જોડીએ 896 રન બનાવ્યા છે. ટીમ લાઈન-અપમાં ફેરફારની સંભાવના છે. ડાબોડી સ્પિનર અક્ષર પટેલના ટેસ્ટ ડેબ્યુની તક ખૂલી છે. જોકે, કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું જોઈએ. તેને સિરાજ, ઈશાંત કે બુમરાહના સ્થાને સામેલ કરી શકાય છે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર થશે
ઈંગ્લેન્ડે પોતાના સંભવિત 12 ખેલાડી જાહેર કર્યા છે. જેમાં એન્ડરસન, બેઝ, આર્ચરને બહાર કરી દેવાયા છે. એ જેવું રસપ્રદ રહેશે કે, પરિવર્તનની ઈંગ્લેન્ડના નસીબ પર કેવી અસર થાય છે. મેચમાં પરાજય ભારતને ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર કરી દેશે.

આમરેને અજિંક્ય રહાણેની વાપસીની અપેક્ષા
અજિંક્ય રહાણેએ ઘર આંગણે રમેલી 44 ઈનિંગ્સમાં 37ની સરેરાશથી 1449 રન બનાવ્યા છે. વિદેશમાં 75 ઈનિંગ્સમાં 44ની સરેરાશથી 2978 રન બનાવ્યા છે. તેના પર્સનલ બેટિંગ કોચ પ્રવીણ આમરેને રહાણેની વાપસીની અપેક્ષા છે. તેમણે કહ્યું, ‘રહાણે લાંબા સમયથી ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. દ.આફ્રિકા વિરુદ્ધ બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈન્દોરમાં કારકિર્દીનો મોટો સ્કોર બનાવ્યો હતો.’ તાજેતરના વર્ષોમાં રહાણે ઘર આગણે ખરાબ પ્રદર્શનને કારણે નિશાન પર રહ્યો છે. જોકે, આમરેનું માનવું છે કે, ધીરજ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘તે વિજયમાં યોગદાન માટે હંમેશા તત્પર રહે છે. વિરાટ ઉપરાંત થિન્ક ટેન્ક પણ રહાણેનું સમર્થન કરે છે. તેની પાસે પુરતો અનુભવ છે. આપણે તેને એકલો છોડવો પડશે. તેને માત્ર એક સારી શરૂઆતની જરૂર છે’.

ઈંગ્લેન્ડની ટીમઃ રોરી બર્ન્સ, ડોમનિક સિબલે, ડેન લોરેન્સ, જો રૂટ, ઓલી પોપ, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, મોઈન અલી, જેક લીચ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ, બ્રોડ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો