તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઓક્સિજન સ્તર વધારવા નિઃશુલ્ક વર્કશોપનું આયોજન

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલની પરિસ્થિતિમાં રોગ પ્રતિકારશક્તિ અને

કોરોના મહામારી સામે લડવા શરીરની પ્રતિકારશક્તિ વધારવા અને ઓક્સિજન સ્તર વધારવા માટે રોટરી ક્લબ ઑફ બૉમ્બે સીકોસ્ટ દ્વારા રોટરી સભ્યો અને આમજનતા માટે નિ:શુલ્ક વર્કશોપ યોજવામાં આવ્યો છે, જે 15 મે સુધી ચાલશે. સેલિબ્રિટી વેલનેસ કોચ સપના પ્રિયદર્શી અને તેમની કંપની ‘યુ ફિટ’ના અન્ય સભ્યો દ્વારા આ વર્કશોપનું આયોજન કરાયું છે.

રોટરી પ્રમુખ કિશોર મસુરકરે ૨૩ એપ્રિલે આ વર્કશોપનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે રોટેરિયન સુનીલ મહેરા અને ફર્સ્ટ લેડી શિલ્પી મહેરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. ૨૦થી વધુ રોટરી ક્લબો આમાં સહઆયોજક હતી. વર્કશોપમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને ડાયેટ મૅનેજમેન્ટની તાલીમ અપાય છે. સપના પ્રિયદર્શી વેલનેસ કોચ, ફિટનેસ નિષ્ણાત, રેકી માસ્ટર, એનએલપી ટ્રેઈનર, હિપ્નોથેરાપિસ્ટ, લેખક અને સામાજિક કાર્યકર છે. તે ‘યુ ફિટ’ નામનું ઑર્ગેનાઈઝેશન ચલાવે છે, જે વેલનેસ, હીલિંગ અને થેરપી ક્ષેત્રે પ્રવૃત્ત છે. તે બેસ્ટ સેલિંગ બુક ‘નેવર વિઝિટ એ ડૉક્ટર - હાઉ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી ફોરએવર’’ના લેખિકા છે

અન્ય સમાચારો પણ છે...