તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકારના પર્યટન સંચાલનાલય મારફત રાજ્યના કોકણ, પુણે, નાશિક, ઔરંગાબાદ, અમરાવતી અને નાગપુર એમ 6 વિભાગોમાં વિવિધ 20 પર્યટન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. રાજ્યમાં પર્યટનનને ઉતેજન આપવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ આયોજન કરવામાં આવશે.
આ મહોત્સવમાં નાશિક જિલ્લામાં ગ્રેપ હાર્વેસ્ટિંગ મહોત્સવ, નાંદૂર મધમેશ્વર મહોત્સવ, અહમદનગર જિલ્લાના ભંડારદરા ભાગમાં આગિયા મહોત્સવ તેમ જ ધુળે જિલ્લામાં લળીંગ કિલ્લા મહોત્સવનો સમાવેશ છે. પુણે જિલ્લામાં જુન્નર દ્રાક્ષ મહોત્સવ, સાતારા જિલ્લામાં વાઈ મહોત્સવ તેમ જ કોલ્હાપુર જિલ્લામાં પન્હાળા મહોત્સવ માણી શકાશે. કોકણમાં સિંધુદુર્ગ જિલ્લામાં વેંગુર્લા (સાગરેશ્વર) મહોત્સવ, રાયગડ જિલ્લામાં શ્રીવર્ધન મહોત્સવ, રત્નાગિરી જિલ્લામાં કાતળશિલ્પ મહોત્સવ તેમ જ વેળાસ-આંજર્લે મહોત્સવનો આંનદ લેવાની તક પર્યટકોને મળશે.
ઔરંગાબાદ વિભાગે કેટલાક લોકપ્રિય મહોત્સવનું આયોજન કરવાનું નક્કી કર્યુ છે. એમાં ઉસ્માનાબાદ જિલ્લામાં તેર મહોત્સવ, બીડ જિલ્લામાં કપિલધારા મહોત્સવ અને નાંદેડ જિલ્લામાં હોટ્ટલ મહોત્સવનો સમાવેશ છે. અમરાવતી વિભાગમાં બુલઢાણા જિલ્લામાં સિંદખેડ રાજા મહોત્સવ, અકોલા જિલ્લામાં નરનાળા કિલ્લા મહોત્સવ, તેમ જ યવતમાળ જિલ્લામાં ટિપેશ્વર અભયારણ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
નાગપુર વિભાગ તરફથી પણ વિવિધ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. એમાં નાગપુર જિલ્લાના રામટેક મહોત્સવ, બોર ડેમ અને વન્યજીવ મહોત્સવ તથા ગોંદિયા જિલ્લામાં બોધલકસા પક્ષી મહોેત્સવનો સમાવેશ છે. વણખેડાયેલા પ્રદેશ નકશા પર લાવવાનો ઉદ્દેશ : આ સંદર્ભે માહિતી આપતા પર્યટન સંચાલક ડો. ધનંજય સાવળકરે જણાવ્યું કે રાજ્યમાં ઝાઝા લોકપ્રિય ન થયેલા ઠેકાણાઓને મહારાષ્ટ્રના પર્યટન નકશા પર લાવવાનો ઉદ્દેશ છે.
કોરોનાનો સંકટ સમય ખૂબ મુશ્કેલ હતો. હવે ધીમે ધીમે સ્થિત પૂર્વવત થઈ રહી છે ત્યારે પર્યટકોનું સ્વાગત કરવા માટે મહારાષ્ટ્રએ તૈયારી કરી છે. રાજ્યમાં પર્યટન કરવાની તક આ મહોત્સવ દ્વારા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મહારાષ્ટ્રને જોવા-સમજવાના ઉદ્દેશથી પર્યટકોને મહોત્સવમાં ભાગ લેવાની હાકલ કરીએ છીએ.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.