ધાર્મિક:શ્રી દોલતસાગરજીના 101મા જન્મદિન નિમિત્તે આયોજન

મુંબઇ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાંદિવલી પૂર્વમાં ઠાકુર વિલેજ ખાતે સાગર સમુદાયના ગચ્છાધિપતિ, શતાબ્દિ પરિપૂર્ણ કરનારા, જિનાગમ સેવી પૂ. આ. શ્રી દોલતસાગર સૂરીશ્વરજી મ.સા.ના 101મા જન્મદિને પ્રવચન પ્રભાવક આ. સાગરચંદ્ર સાગર સૂરિજી મ.ની નિશ્રામાં અનેક અવનવાં આયોજનો ગોઠવાયાં હતાં.

ભા. વદ ૧૪ના દિને જેતપુર ગામમાં શંકર પટેલ તરીકે જન્મેલી આ વિભૂતિ આજે સાગર સમુદાયના 950થી વધુ જૈન શ્રમણ- શ્રમણીના નાયક પદે બિરાજે છે.સાગરજી મ.નો વારસો નિભાવી તેમણે આગમોની સેવા કરી છે. 35 જેટલા કલ્પસૂત્રના આગમ મંદિર બનાવ્યાં છે. આ વિભૂતિને આજના દિને શતાબ્દી શૌર્ય પુરુષના બિરૂદથી અલંકૃત કરાયા હતા. ગુણાનુવાદ સાથે તેમના ફોટો સાથેની ટિકિટ બહાર પડાઈ હતી અને આ નિમિત્તે ૧૦૦ સજઝાયની બુકનું વિમોચન કરાયું હતું. પ્રસંગાનુરૂપ સુંદર મજાનું ગુરુગુણ ગીત લોન્ચ કરાયું હતું.

વિશેષમાં આ નિમિત્તને લઈ 100 દિવસ સુધી દરરોજ 200 ભિક્ષુકોને ભોજન મળે તેવા અનુકંપા- જીવદયાનું ઉત્તમ કાર્ય પ્રારંભાયું હતું. ગુણાનુવાદ અવસર શ્રીપર્ણી કાષ્ઠની 100 ગુરુપાદુકાઓ સુશોભિત કરાઈ ગુરુપૂજન- ઉત્સવ કરાયો હતો, એમ એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...