રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી)એ પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને મજબૂત વોચડોગની ફરજ નિભાવવા માટે અભિનંદન આપતાં બિલ્ડર એસોસિયેશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ) દ્વારા બધી પ્રોજેક્ટને મંજૂરીઓ આપતી સંસ્થાઓને રેરા હેઠળ વળાવવા અને રેરા માન્ય અધૂરા પ્રોજેક્ટો વહેલી તકે પૂર્ણ કરવા તેને આગળ ધપાવવા માટે વિનંતી કરી છે.બીએઆઈના હાઉસિંગ અને રેરા કમિટીના ચેરમેન આનંદ જે ગુપ્તાએ તેની પાંચમી એનિવર્સરી પર રેરાની સરાહના કરી હતી અને અભિનંદન આપ્યા હતા.
છેલ્લાં પાંચ વર્ષમાં રેરાએ ઉદ્યોગની છબિ સુધારવામાં મદદ કરી છે, જેને લીધે બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને ઘર ખરીદદારો સહિત હિસ્સાધારકોમાં વિશ્વાસ મજબૂત બન્યો છે. તેનાથી ઉદ્યોગને નિર્ધારિત સમયમાં કઠોર નાણાકીય શિસ્તનું પાલન કરવા અને પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં મદદ થશે. ઝડપી ફરિયાદ નિવારણ પ્રણાલી અને વિલંબ માટે ઉચિત ભરપાઈ ઘર ખરીદદારો માટે મોટી રાહત બનશે, એમ ગુપ્તાએ જણાવ્યું હતું.જોકે બાંધકામ અને રિયાલ્ટી ક્ષેત્રમાં એકંદર સુધારણા માટે નિયામકને વધુ સત્તા આપવાની જરૂર છે.
મહામારી વચ્ચે ક્ષેત્ર ઊભર્યું
બીએમઆઈના પ્રમુખ નિમેશ પટેલે જણાવ્યું હતું કે મહામારીના સુસ્ત 2 વર્ષમાંથી ક્ષેત્ર ઊભરી રહ્યું છે તેની પાછળ પ્રશાસનની મોટે ભાગે મહેરબાની છે. ઉદ્યોગે 2019ની તુલનામાં 2022માં કોવિડના સમયગાળામાં 15 ટકાનું ઉચ્ચ વેચાણ નોંધાવ્યું છે. રેરા 1 મે, 2022ના રોજ તેના અસ્તિત્વનાં પાંચ વર્ષ પૂરાં કરી રહી છે. તે રાજ્યની 25 નિયામકમાંથી એક છે. દરેક પ્રોજેક્ટ માટે અલગ અકાઉન્ટ ધરાવવું, સીએ, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ટરલ એન્જિનિયરો જેવા વ્યાવસાયિકો દ્વારા ત્રિમાસિક કોમ્પ્લાયન્સે નોંધપાત્ર રીતે જવાબદારી લાવી દીધી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.