તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંગદાન:બ્રેન ડેડ મહિલાના અંગદાનથી સાત વ્યક્તિને નવજીવન મળ્યું

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન કોરિડોર થકી અવયવો મુંબઈ લવાયાં

કોવિડ-19 મહામારીની બીજી લહેર વચ્ચે એક ગુજરાતી બ્રેન ડેડ મહિલાના પરિવારે અંગદાન કરીને મુંબઈ અને મહારાષ્ટ્રની બે મહિલા સહિત સાત જણને નવજીવન આપીને માનવતાની મહેંક ફેલાવીને લેઉઆ પટેલ પાટીદાર સમાજને નવી દિશા બતાવી છે.

કામિનીબેન ભરતભાઈ પટેલ (46)ના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સુરતથી મુંબઈનું 3૦૦ કિ.મી.નું અંતર ૧૦૦ મિનિટમાં કાપીને સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં મુંબઈની રહેવાસી 46 વર્ષની એક મહિલામાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું, જયારે સુરતથી હૈદરાબાદનું ૯૪૦ કિ.મી.નું અંતર ૧૬૦ મિનિટમાં કાપીને જલગામની રહેવાસી ૩૧ વર્ષીય મહિલામાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈકેડીઆરસીમાં સુરતની ડોનેટ લાઈફના માધ્યમથી હૃદય અને ફેફસાં દાન કરવામાં આવ્યાં હતાં.

ડોનેટ લાઈફના સ્થાપક- પ્રમુખ નિલેશ માંડલેવાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ૧૭ મેના રોજ સવારે ૬ વાગ્યે કામિનીબેન પથારીમાંથી ઊભાં થઈ શક્યાં નહોતાં. ડોક્ટરે તપાસ કરતાં બ્લડપ્રેશર ખૂબ વધી ગયું હતું. આથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. આથી સુરતની શેલ્બી હોસ્પિટલમાં ન્યુરોફિઝિશિયન ડૉ. દિવ્યાંગ શાહની સારવાર હેઠળ દાખલ કરાયાં. ન્યુરોસર્જન ડૉ. મિલન સેજલિયાએ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. છતાં તબિયત બગડતાં 5 જૂને કામિનીબેનને બ્રેઈન ડેડ જાહેર કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...