આદેશ:કોવિડને રોકવા સાવચેતીનાં પગલાં લેવા પાલિકાને આદેશ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનનો ફેલાવો રોકવા કોઈ બાંધછોડ નહીં

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે કહ્યું કે મુંબઇ મહાપાલિકાએ ઝડપથી ફેલાતા કોરોનાવાઈરસ રોગચાળાથી મહાનગરના લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડવી જોઈએ નહીં. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ખંડપીઠે મહાપાલિકાને સાવચેતીનાં પગલાં લેવા તેમ જ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સપ્લાય, આવશ્યક દવાઓ વગેરે જેવા સંસાધનો અંગે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું, અમે આશા રાખીએ છીએ અને માનીએ છીએ કે મહાપાલિકા સામાન્ય લોકોના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડશે નહીં અને ઓમિક્રોનની સન્મુખતા અને ફેલાવાના મામલે કોઈ બાંધછોડ કરશે નહીં. કોવિડ-19 સંબંધિત સારવાર વગેરે માટે સંસાધનોની વ્યવસ્થા કરવા મહાપાલિકા અને મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપવા માટે ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી પીઆઇએલની સુનાવણી દરમિયાન કોર્ટે આ અવલોકન કર્યું હતું.મહાપાલિકા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અનિલ સાખરેએ બેન્ચને જણાવ્યું હતું, કે મહાનગરપાલિકા વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...