તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:મુંબઈમાં અનધિકૃત ઊભા રખાતાં ટુવ્હીલર અને ફોરવ્હીલર પર કાર્યવાહી કરવાનો આદેશ

મુંબઇ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈના રસ્તાઓ અઠવાડિયે એક વખત ફક્ત સાઈકલ ચલાવવા માટે અનામત રાખવાનો નિર્દેશ

અનધિકૃત રીતે ઊભા રહેતા ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહનોને કારણે મુંબઈમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોવાથી વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા આ ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર પરિવહન વિભાગને તાત્કાલીક દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્દેશ સંસદ સભ્ય રસ્તા સુરક્ષા સમિતિ અધ્યક્ષ અને સંસદસભ્ય અરવિંદ સાવંતે આપ્યો છે. મુંબઈમાં વધતા પ્રદૂષણની સમસ્યાને અંકુશમાં લેવા મુંબઈના મુખ્ય રસ્તા અઠવાડિયે એક દિવસ ફક્ત સાઈકલ ચલાવનારાઓ માટે અનામત રાખવાનો નિર્દેશ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે આપ્યો હતો.

સંસદ સભ્ય રસ્તા સુરક્ષા સમિતિ અધ્યક્ષ અને સંસદસભ્ય અરવિંદ સાવંતની અધ્યક્ષતા હેઠળ જિલ્લાધિકારી કાર્યાલય, મુંબઈ શહેર, ઓલ્ડ કસ્ટમ હાઉસ ખાતે મંગળવારે બેઠક આયોજિત કરવામાં આવી હતી. એ સમયે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન કરતા સંસદસભ્ય અરવિંદ સાવંત અને મેયર કિશોરી પેડણેકર બોલી રહ્યા હતા. બેઠકમાં વિધાનસભ્ય યામિની જાધવ, વિધાનસભ્ય અજય ચૌધરી તેમ જ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા.

મુંબઈના રસ્તાઓ એકતરફી કરતા સ્થાનિક લોકપ્રતિનિધીઓને વિશ્વાસમાં લેવાતા નથી એવી ફરિયાદ લોકપ્રતિનિધીઓએ આ બેઠકમાં રજૂ કરી હતી. એ જ પ્રમાણે પરિવહનની દષ્ટિએ પુલોના પુનર્વિકાસનું કામ કરતા સ્થાનિક નાગરિકોને એના બાંધકામ તોડવા બાબતે મહાપાલિકા તરફથી નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસ મોકલાવતા લોકપ્રતિનિધી તરીકે અમને વિશ્વાસમાં લે તો સંબંધિત નાગરિકો સાથે બેઠક લઈને તેમને કાર્યવાહી બાબતે તૈયાર કરવામાં મદદ કરશું એવી ભૂમિકા લોકપ્રતિનિધીઓએ રજૂ કરી હતી. એ જ પ્રમાણે દારૂખાના ખાતે અનધિકૃત રીતે મોટા પ્રમાણમાં વાહનો ઊભા રહેતા હોવાથી એના પર તાત્કાલીક કાર્યવાહી કરવાનો નિર્દેશ સંસદસભ્ય અરવિંદ સાવંતે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો