મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે દુર્ગાપુર ગામમાં મંગળવારે સાંજે વધુ એક ઘરમાં ઘૂસીને ત્રણ વર્ષની એક બાળકી પર હુમલો કર્યા પછી એક માદા દીપડાને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાળકીને તેની માતાએ દીપડા પર લાકડીથી હુમલો કર્યો હતો, જેને લઈ દીપડો ભાગી ગયો હતો. આ ઘટના રોષે ભરાયેલા ગ્રામજનોએ ચંદ્રપુર વેરીના આરએફઓ રાહુલ કારેકરની આગેવાની હેઠળના વન કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો.
સીસીએફ પ્રકાશ લોંકર ઘટનાસ્થળની મુલાકાત નહીં લે અને મંગળવારે સાંજે ગોળીબારનો આદેશ જારી નહીં કરે ત્યાં સુધી પીછેહઠ નહીં કરીએ એવી જીદ તેમણે પકડી હતી. નોંધનીય છે કે આરાક્ષા પોપલવાર (3) મંગળવારે રાત્રે 9 વાગ્યે તેના ઘરે જમતી હતી ત્યારે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો અને હુમલો કર્યો હતો. બાળકીની મમ્મી દોડી આવી અને દીપડા પર લાકડીથી હુમલો કર્યો હતો, જેને અચાનક હુમલો થતાં દીપડો ભાગી ગયો હતો.
ઇજાગ્રસ્ત આરાક્ષાને ચંદ્રપુર જીએમસીએચમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે હવે જોખમથી બહાર છે. દરમિયાન આ દીપડાએ ગત ફેબ્રુઆરીથી દુર્ગાપુર ગામમાં આતંક મચાવ્યો છે. ત્રણ મહિનાના ગાળામાં તેણે ત્રણને ફાડી ખાધા છે અને એકને ઇજા પહોંચાડી છે.
છેલ્લા ત્રણ બનાવોમાં દીપડાએ ગામની અંદરનાં ઘરોમાં ઘૂસણખોરી કરી હતી.સીસીએફ લોંકરે જણાવ્યું હતું કે, પોલીસ સ્થળ પર હાજર હતી, ગ્રામીણો જ્યાં સુધી દીપડાને મારવાના આદેશો આપવામાં નહીં આવે ત્યાં સુધી વન અધિકારીને જવા દેવા માટે તૈયાર નહોતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.