મુંબઈમાં કોરોનાનો ફેલાવો જોતા મુંબઈ પોલીસે પણ કઠોર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પ્રશાસને નિર્દેશ આપ્યા પછી હવે મુંબઈ પોલીસ કમિશનરે દરેક પોલીસ સ્ટેશનને દરરોજ માસિક વિના ફરતા 100 લોકો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. એના લીધે કાયદો અને સુવ્યવસ્થા જાળવવા ઉપરાંત હવે મુંબઈ પોલીસ પર કામનો બમણો તાણ પડશે એમ હળવા સાદે બોલાઈ રહ્યું છે. મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી હવે માસ્ક વિના ફરનારાઓ પર કાર્યવાહી કરવાનો ટાર્ગેટ મુંબઈ પોલીસને આપવામાં આવ્યો છે.
દરેક પોલીસ સ્ટેશનની હદમાં દિવસની 100 કાર્યવાહી કરવાનો આદેશ સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટરને આપવામાં આવ્યો છે. મુંબઈમાં જેમણે માસ્ક પહેર્યો ન હોય તેમની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્દેશ મુંબઈ પોલીસ કમિશનરે આપ્યો છે. આ નિર્દેશ મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો છે. મુંબઈમાં કુલ 94 પોલીસ સ્ટેશન છે. 200 રૂપિયા દંડની રકમમાંથી 100 રૂપિયા મુંબઈ મહાપાલિકાને અને 100 રૂપિયા પોલીસ કલ્યાણ ભંડોળમાં જમા કરવામાં આવશે.
કોરોનાની બીજી લહેરમાં પણ મુંબઈ પોલીસને આવો જ આદેશ આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2019 સુધી મુંબઈ પોલીસે 9 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો જોકે લોકો તરફથી દંડ આપવામાં ઘણી વખત નકાર આપવામાં આવે છે. લોકોના સીધા સંપર્કમાં આવવાથી પોલીસ દળમાં પોઝિટિવ કર્મચારીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.