તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:મૂકબધિરો માટે વિશિષ્ટ માસ્ક તૈયાર કરવા આદેશ

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ્કમાં અનેક ત્રુટિઓ મળતાં કોર્ટનો આદેશ

કોરોનાનું સંક્રમણ ટાળવા રાજ્ય સરકારે દરેક જણને માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. પણ મૂકબધિરો માટે તૈયાર કરવામાં આવેલા માસ્કમાં અનેક ત્રુટિઓ હોવાથી હાઈ કોર્ટે આ માસ્કને નકાર આપ્યો હતો. તેમ જ બુધવાર સુધી વિશિષ્ટ માસ્ક તૈયાર કરીને એ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ રાજ્ય સરકાર તેમ જ મહાપાલિકા પ્રશાસનને આપ્યો હતો.

માસ્ક ન પહેરતા લોકો પાસેથી વસૂલ કરવામાં આવેલા દંડમાં પારદર્શકતા ન હોવાનો દાવો કરતા લોકશાહીવાદી બાળાસાહેબ સરોદે સ્મૃતિ પ્રબોધન ઉપક્રમ સંસ્થા તરફથી એડવોકેટ અસીમ સરોદે, એડવોકેટ અંજિક્ય ઉડાણે મારફત મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ સુનાવણી લેવામાં આવી હતી.

આ સમયે એડવોકેટ સરોદેએ કોર્ટને જણાવ્યું કે મૂકબધિર નાગરિકો માટે વિશિષ્ટ માસ્કની જરૂરી છે. તેઓ બોલી શકતા ન હોવાથી તેમના માસ્ક પર વિશિષ્ટ લોગો હોવો જરૂરી છે. મહાપાલિકા પ્રશાસન તરફથી એડવોકેટ ઓમ સૂર્યવંશીએ પક્ષ રજૂ કરતા મૂકબધિરો માટે વાપરી શકાય એવા માસ્ક કોર્ટમાં રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...