તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:કોન્ટ્રેક્ટ પરના કામદારોને 22 વર્ષના બાકી નીકળતા નાણા ચુકવવા આદેશ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 580 જેટલાં સફાઈ કામદારોને કાયમી કરવાનો ચુકાદો

મુંબઈ શહેરને સ્વચ્છ રાખવા માટે ઝઝૂમતા 580 કોન્ટ્રેક્ટ સફાઈ કામદારોને કોર્ટમાં 22 વર્ષની લડત પછી મહાપાલિકામાં કાયમી કરવાનો ચુકાદો ઈંડસ્ટ્રિયલ કોર્ટે આપ્યો હતો. સફાઈ કામદારોની લડતને આખરે સફળતા મળી હતી. ઉપરાંત 22 વર્ષના બાકી ચુકવવાના રૂપિયા પણ આપવાનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો.

આ 580 સફાઈ કામદારો 1996માં કામે પર જોડાયા હતા. મહાપાલિકાના એફ ઉતર, એલ, એસ, એમ પૂર્વ અને પશ્ચિમ વોર્ડ કાર્યાલયમાં તે કામ કરતા હતા. લઘુતમ વેતન ન મળવું, કોન્ટ્રેક્ટર તરફથી કરવામાં આવતા શોષણ વિરુદ્ધ દાદ માગતા શફાઈ કામદારોને કાયમી કરવાની માગણી લઈને કચરો પરિવહન શ્રમિક સંઘે 1999માં કોર્ટના દરવાજા ખખડાવ્યા. ત્યારથી આ લડાઈ ચાલુ હતી. કામદારોને કાયમી કરવા ન પડે એ માટે તેઓ મહાપાલિકાના નથી તેમ જ તેમને પગાર આપવામાં આવતો નથી પણ કામ પ્રમાણે રૂપિયા આપવામાં આવે છે એવી દલીલ મહાપાલિકાએ કોર્ટમાં કરી હતી.

5900 કામદારોની લડત હજી ચાલુ
સંગઠન તરફથી 2013માં 1300 કામદારો અને 2014માં 1127 કામદારોના પ્રકરણ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. 2020માં 3475 કામદારોના પ્રકરણ સંગઠન તરફથી કોર્ટમાં લડવામાં આવી રહ્યા છે. મહાપાલિકા વર્ષા સુધી કોર્ટમાં લડવામાં સમય વેડફે છે અને કોર્ટના ખર્ચાઓ કરવા તૈયાર છે. જોકે કામદારોને કાયમી કરીને તેમને હકની નોકરી આપતી નથી એમ કચરો પરિવહન શ્રમિક સંઘના સેક્રેટરી વિજય દળવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...