તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:કોમી તણાવ મુદ્દે કંગના સામે FIR દાખલ કરવા આદેશ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર સરકાર, પોલીસ વિરુદ્ધ બયાનબાજી કરીને વિવાદમાં સપડાયેલી અભિનેત્રી કંગના રણોત અને તેની બહેન રંગોલી ચંદેલની મુસીબતો વધી છે. આ બંનેએ તેમના ટ્વીટમાં કોમી તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો એવી અરજીને આધારે બાંદરા કોર્ટના મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ આ બંને સામે એફઆઈઆર દાખલ કરીને તપાસ કરવાનો આદેશ પોલીસને આપ્યો છે.કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ શરફઅલી સૈયદે કોર્ટમાં અરજી કરી હતી. બંને બહેનો સામે આઈપીસીની કલમ 153એ (દુશ્મનાવટ પેદા કરવી), 295એ (ધાર્મિક લાગણી દુભાવવા માટે હેતુપૂર્વકનું કૃત્ય), 124એ (રાજદ્રોહ) હેઠળ એફઆઈઆર દાખલ કરવા માટે નિર્દેશ આફવાની માગણી કરાઈ હતી,

જેને આધારે શુક્રવારે કોર્ટે બાંદરા પોલીસને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, એમ અરજદારના વકીલ રવીશ ઝમીનદારે જણાવ્યું હતું.ઉપરાંત કંગના ટ્વીટ અને ટેલિવિઝન ઈન્ટરવ્યુ થકી બોલીવૂડને છેલ્લા બે મહિનાથી સગાવાદ ચાલે છે એમ કહીને બદનામ કરી રહી છે. તેણે અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ કરી છે, જેને લીધે ધાર્મિક લાગણીઓ દુભાવા સાથે ઘણા બધા કલાકારોની લાગણીઓ પણ દુભાઈ છે.તે કોમી રેખા પર કલાકારોમાં મતભેદ ઊભો કરવા પ્રયાસ કરી રહી છે. તેની બહેન પણ સોશિયલ મિડિયા પર બે ધાર્મિક જૂથો વચ્ચે કોમી તણાવ ફેલાવવા સોશિયલ મિડિયા પર વાંધાજનક ટિપ્પણીઓ કરી રહી છે. મેજિસ્ટ્રેટે રેકોર્ડ પરના દસ્તાવેજો અને વકીલની દલીલોને ધ્યાનમાં લેતાં આરોપીઓએ દખલપાત્ર ગુનો કર્યો છે એવી નોંધ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો