તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
17 મે પછી ગોવાની જેમ દરેક જિલ્લાના જે તે જિલ્લાધિકારીઓએ કોરોના સાથે અન્ય બીમારીઓની પણ પ્રાથમિક તપાસ કરાવવી, જેથી સમયસર ઉપચાર કરાવીને સંબંધિત વ્યક્તિને નિરોગી કરી શકાશે, એવો આદેશ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે આપ્યો હતો. ઉદ્યોગ વિભાગે કેટલા શ્રમિકો કામ કરતા હતા અને તેમાંથી કેટલા રાજ્યમાં પાછા આવ્યા તેનો કયાસ મેળવવો. ઉદ્યોગ માટે કેટલા શ્રમિકોની અછત નડી રહી છે તે પણ માહિતી મેળવવાની રહેશે. 17 મે પછી લોકડાઉનની સ્થિતિ કેવી રહેશે તેની યોજના તૈયાર કરવા તેમણે દરેક વિભાગીય કમિશનર અને જિલ્લાધિકારીઓને જણાવ્યું છે.
વધુ સાવધાન રહેવાનું અને તબીબી કાળજી લેવાનું જરૂરી બની ગયું
ટૂંક સમયમાં જ ચોમાસુ પણ આવી રહ્યું હોવાથી તેમાં ચેપી અને અન્ય રોગો શરૂ થાય છે. આથી કોરોના સાથે લડતી વખતે આ બીમારીઓનો પણ મુકાબલો કરવો પડશે. તે દષ્ટિથી જિલ્લાઓના ખાનગી ડોક્ટરો નિયમિત રીતે સેવાઓ શરૂ કરી તેની ખાતરી રાખવી.આગામી સમયમાં લોકડાઉનમાં છૂટછાટ આપતી વખતે કોઈ પણ પરિસ્થિતિમાં જિલ્લા જિલ્લાની સીમાઓ એકસાથે ખોલવામાં નહીં આવશે. હાલમાં મોટે પાયે શ્રમિકોની આવજા થઈ છે. આથી વધુ સાવધાન રહેવાનું અને તબીબી કાળજી લેવાનું જરૂરી બની ગયું છે. કન્ટેનમેન્ટ ઝોનના કડક બંધનોનું પાલન ચોકસાઈથી થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આર્થિક કટોકટી : એક બાજુ આરોગ્યની કટોકટી છે તો બીજી બાજુ આર્થિક કટોકટી છે. આથી ઉદ્યોગધંધા શરૂ કરવા પડી રહ્યા છે, પરંતુ જરૂરી બધી સાવચેતીઓ રાખવાનું જરૂરી છે. ગ્રીન ઝોન્સમાં જિલ્લા અંતર્ગત ટ્રાફિક શરૂ કરાયો છે, પરંતુ ત્યાં પણ ધ્યાન રાખવાની જરૂર છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.