આદેશ:રામદેવ વિરુદ્ધ 7 ફેબ્રુઆરી સુધી તપાસ પૂરી કરવા માટે આદેશ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનિલથી કોરોના ખતમ થવાના દાવા સામે પુણે કોર્ટમાં કેસ દાખલ

પુણે જિલ્લાની એક સ્થાનિક કોર્ટે પોલીસને યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના સંબંધમાં વહેલી તકે તપાસ કરવા અને તેનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે. ફરિયાદમાં આરોપ છે કે તેમણે ખોટા દાવા કર્યા છે કે પતંજલિની પ્રોડક્ટ ‘કોરોનિલ’ કોરોના વાઈરસનો 100% ઈલાજ કરી શકે છે.

એડવોકેટ મદન કુર્હે દ્વારા જુલાઈ 2020માં જુન્નરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પીવી સપકાલે તેમના આદેશમાં જુન્નર પોલીસ સ્ટેશનને 7 ફેબ્રુઆરી સુધીમાં આ મામલે તપાસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે.

કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે રેકોર્ડ પરથી એવું જણાય છે કે આરોપીઓ આ કોર્ટના અધિકાર ક્ષેત્રની બહારના સ્થળે રહે છે, તેથી તેમની વિરુદ્ધ કાર્યવાહીના મુદ્દા પર નિર્ણય કરો અને ગુનાના પ્રકારને ધ્યાનમાં રાખીને સંબંધિત પોલીસને નિર્દેશ આપો.

પોલીસ સ્ટેશન તપાસ કરે તે જરૂરી છે કે કેસને આગળ વધારવા માટે પૂરતું કારણ છે કે કેમ.આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે, કે જુન્નર પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીને સીઆરપીસીની કલમ 202 હેઠળ આ કોર્ટમાં 7 ફેબ્રુઆરી અથવા તે પહેલાં પોતાનો રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

કુર્હેએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે પતંજલિના સ્થાપક રામદેવ અને મેનેજિંગ ડાયરેક્ટર બાલકૃષ્ણએ મિડિયાને જાહેરાત કરી હતી કે તેઓએ કોરોનિલ અને સ્વસારી દ્વારા કોવિડ-19 માટે 100 ટકા ઈલાજ વિકસાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...