• Home
  • Local
  • Mumbai
  • Order of the Municipal Commissioner to complete the works before monsoon

કોરોનાવાઈરસ / ચોમાસા પહેલાંનાં કામો પૂરાં કરવા પાલિકા કમિશનરનો આદેશ

Order of the Municipal Commissioner to complete the works before monsoon
X
Order of the Municipal Commissioner to complete the works before monsoon

  • કામની સ્થિતિ જોવા માટે નદી-નાળાઓનું ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરાશે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. નદી-નાળાઓની સ્વચ્છતા સહિત રસ્તા, ફૂટપાથોના કામ પણ નિર્ધારિત સમયમાં પૂરા કરવા એવો નિર્દેશ મહાપાલિકા કમિશનર ચહલે તમામ સંબંધિત વોર્ડ પ્રમુખોને તેમ જ દરેક વોર્ડ કાર્યાલયના સહાયક આયુક્તને આપ્યો છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કરવામાં આવેલી એક વિશેષ બેઠક દરમિયાન મહાપાલિકા કમિશનરે મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ ૨૪ વોર્ડના સહાયક આયુક્તોને નિર્દેશ આપ્યો હતો. આ સમયે સંબંધિત અધિકારીઓને માહિતી આપતા જણાવ્યું કે પર્જન્ય પાઈપલાઈન વિભાગના માધ્યમથી મોટા નાળાઓમાંથી કાદવ કાઢીને નાળા સાફ કરવાના કામ ચાલુ છે. તેમ જ વોર્ડ કાર્યાલયો મારફત સંબંધિત વિભાગના કાર્યક્ષેત્રના નાના નાળાઓમાંથી કાદવ કાઢવાના કામ ચાલુ છે. 
કેટલાક કોન્ટ્રેકટરો સગીર બાળકો પાસે કામ કરાવે છે એવી ફરિયાદો
કોવિડ-૧૯ કોરોના વાઈરસને લીધે નિર્માણ થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા તમામ કર્મચારીઓ, શ્રમિકોને જેકેટ, ગમબૂટ સાથે માસ્ક, હાતમોજા વગેરે સાધનોનો પુરવઠો સંબંધિત કોન્ટ્રેકટર મારફત કરવામાં આવે છે. સુરક્ષિત અંતર રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. મોટા નાળાઓની સ્વચ્છતા માટે વધુ મશીન ઉપલબ્ધ કરી કામ કરવામાં આવી રહ્યા છે. તમામ કામ નિયત મુદતમાં પૂરા થશે એવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો. મુંબઈના નદી-નાળાઓનું ડ્રોન દ્વારા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સર્વેક્ષણ પૂરું થયા પછી એનો સવિસ્તર અભ્યાસ કરીને અહેવાલ રજૂ કરવામાં આવશે. દરમિયાન નાળાસફાઈના કામ કરતા કેટલાક કોન્ટ્રેકટરો સગીર બાળકો પાસે કામ કરાવે છે એવી ફરિયાદો મળી છે. આવા કોન્ટ્રેકટરોને કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી છે. આ નોટિસ પર એક અઠવાડિયામાં જવાબ નહીં મળે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી અધિકારીઓએ આપી હતી. તમામ કામોની સવિસ્તર વિગતો જાણી લીધા પછી ચહલે જણાવ્યું કે નદી-નાળામાંથી કાદવ કાઢવાના કામ કરતા અડચણના મુખ્ય ઠેકાણા (બોટલનેક) તાત્કાલીક અને એક અઠવાડિયામાં સ્વચ્છ થાય એના પર ધ્યાન આપવું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી